તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાશ.. હવે રાહત:કોડીનારના ડોળાસા ગામની સીમમાં છેલ્લા કેટલાક સમયથી આંટાફેરા કરતી દીપડી આખરે પાંજરે પૂરાઈ

વેરાવળ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાંજરે પુરાયેલ દિપડી - Divya Bhaskar
પાંજરે પુરાયેલ દિપડી
  • વારંવાર દીપડો-દીપડી આંટાફેરા કરતા ગ્રામજનોએ વનવિભાગને રજુઆત કરી હતી

કોડીનાર તાલુકાના ડોળાસા ગામ નજીક આવેલા વાડીમાંથી દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારાની લાગણી અનુભવી છે. જયારે આ વિસ્તારમાં હજુ પણ એક દીપડો આંટાફેરા કરતો હોય જેને પાંજરે પુરવાની ગ્રામજનોએ રજૂઆત કરતા વનવિભાગે તજવીજ હાથ ધરી છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાઓના ત્રાસના લીધે અમુક ખેડૂતો રાત્રીના સમયે વાડી-ખેતરે જતા ડર અનુભવે છે. એવા સમયે કોડીનાર પંથકમાંથી દીપડી પાંજરે પુરાઈની પ્રાપ્ત વિગતોનુસાર કોડીનારના ડોળાસા ગામના મુળજીભાઈ કુંભાઈ બારડની વાડી ગામની સીમ વિસ્તારમાં બોડીદર રોડ ઉપર આવેલી છે.અહીં મુળજીભાઈનું રહેણાંક પણ છે છેલ્લા કેટલા દિવસથી વાડીમાં દિપડો અને દિપડી વારંવાર દેખા દેતા હોવાથી ત્યાં વસતા અન્ય પરિવારો પણ ગભરાયા હતા.

આ બાબતે જંગલખાતાને જાણ કરવામાં આવતા નાનાવાડા બીટના સ્ટાફ દ્વારા બકરાના મારણ સાથેનું પાંજરૂ સીમ વિસ્તારમાં મુકાયું હતું. જેમાં ગઈકાલે મોડી સાંજે દીપડી મારણના લાલચમાં કેદ થઈ ગઈ હતી. જેથી દીપડીને નજીકના એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવેલ હતી. જ્યારે આ વિસ્તારમાં દેખા દેતો દિપડો હજું પાંજરે પુરાયો નથી. ત્યારે તેને કેદ કરવા વનવિભાગ પ્રયાસ કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...