રજૂઆત:જર્જરિત પોસ્ટ ઓફિસની લોબી, પેન્શન મુદ્દે કલેકટરને રજૂઆત

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સત્વરે યોગ્ય કરવા માંગ કરતું મધુર સોશ્યલ ગૃપ

પોસ્ટ ઓફિસની જર્જરિત લોબી અને પેન્શન મુદ્દે જિલ્લા કલેકટરને રજૂઆત કરાઇ છે. આ અંગે મધુર સોશ્યલ ગૃપના પ્રમુખ સલીમભાઇ ગુજરાતીએ જણાવ્યું છે કે, આઝાદ ચોક પોસ્ટ ઓફિસની લોબી ચોમાસા પહેલાની જર્જરિત બની છે. આ અંગે રજૂઆત કરાતા દિવાળી બાદ રિપેર કરવાનું પોસ્ટ ઓફિસના અધિકારીઓએ જણાવ્યું હતું, પરંતુ હજુ સુધી રિપેરીંગ કરાયું નથી. જ્યારે ગુજરાતના એસટી સહિતના નિગમો અને અન્ય કર્મચારીઓને નજીવું પેન્શન આપવામાં આવે છે.

આ અંગે રજૂઆત બાદ ઇપીએફ 95 આધારિત પેન્શનરોને માસિક પેન્શનની રાશિ વધારવા અને લઘુત્તમ પેન્શન ધારો લાગુ કરવા સરકારે સૈદ્ધાંતિક નિર્ણય લીધો હતો, પરંતુ કોઇ કારણોસર હજુ સુધી તેનો અમલ કરાયો નથી. ત્યારે દેશના 65 લાખ કર્મચારીઓનો આ પ્રશ્ન હોય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમના મનકી બાત કાર્યક્રમમાં આ પ્રશ્નનો સમાવેશ કરે તેવી માંગ સાથે વડાપ્રધાનને સંબોધીને જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...