તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:કોડીનારના સ્‍માર્ટ વિલેજ વિઠલપુરમાં સુવિધાયુકત ડિજીટલ મહિલા બસ સ્‍ટેન્‍ડ બનાવી લોકાર્પણ કરાયુ

કોડીનાર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બસ સ્‍ટેન્‍ડમાં લાઇટીંગ, સ્‍માર્ટ ટીવી, સીસીટીવી, ચાર્જીગની અને વાંચનની સુવિઘા ઉભી કરાઇ

દિકરીઓને માન પણ અને સન્‍માન પણના સુત્ર સાથે ગીર સોમનાથ જીલ્‍લાના કોડીનાર તાલુકાના સ્‍માર્ટ વિલેજ તરીકે પ્રખ્‍યાત વિકાસશીલ વિઠલપુર ગામે રાજયનું પ્રથમ સીસીટીવી સહિતની સુવિધાવાળું ડિજીટલ મહિલા બસ સ્ટેન્ડ દિકરીઓના હસ્‍તે ખુલ્લું મુકવામાં આવ્‍યું છે.

ગીર સોમનાથ જીલ્‍લાના કોડીનાર તાલુકાનું વિઠલપુર ગામ ખરા અર્થમાં વિકાસશીલ ગામ બની રહ્યું છે. સરકારની વિવિધ યોજનાઓની સંપૂર્ણ અમલવારી સાથો સાથ ગ્રામ પંચાયતે પણ વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. જેમાં ગામમાં દિકરી જન્મે તો એક હજારનું ઇનામ અને વૃક્ષ વાવો તો વેરામાં રાહત જેવી પ્રેરણાદાયી પ્રથાઓ શરૂ કરી છે.

આખું ગામ હાઈટેક સુવિધાઓથી સભરનાનું ગામ અને મોટુ કામ આ વાત વિઠલપુર ગામને બરોબર લાગું પડી રહી છે. કારણ કે અનેક સુવિધાઓને લઇ સ્માર્ટ વિલેજનું બીરૂદ મેળવાનાર વિઠલપુર ગામને સ્વચ્છ અને સ્વસ્થ ગામ જાહેર કરાયું છે. ગામના મોટા ભાગના રહીશો શિક્ષિત છે. સમગ્ર ગામ વાઈ-ફાઈ ઈન્ટરનેટથી કનેક્ટેડ છે. ગામના મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરા લાગેલા છે. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી હોવા છતાં શિક્ષણની સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીથી જોડાયેલા રહે છે. ગામમાં સરકારની વિવિધ યોજનાઓનો પૂર્ણ અમલ થાય છે.

વિદ્યાર્થીઓને ભણાવવા માટે 2 યોજનાઓ જાહેરગામના ગ્રેજ્યુએટ યુવાન સરપંચ પ્રતાપભાઇ મહિડા દ્વારા તેમના સાથી સદસ્યોના સહકારથી ઉડીને આંખે વળગે તેવી યોજના ગત 26 જાન્યુઆરીથી અમલમાં મૂકી છે. જેમાં આર્થીક નબળા વિઘાર્થીના ભણતરની જવાબદારી ગ્રામ પંચાયતની નક્કી કરાઇ છે. આ યોજના અંતર્ગત વિઠલપુર ગામમાં 'દિકરી વધાવો દિકરી બચાવો' તેમજ જે બાળકોના માતા-પિતા હયાત ના હોય તેવા ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા બાળકો માટે 'પંચાયત વિદ્યાર્થી યોજના' અમલમાં મૂકી છે.

આ બંને યોજના અંતર્ગત ગામમાં જેના ઘરે દિકરી જન્મે તેને પ્રોત્સાહન રૂપે દિકરીના નામે એક હજાર રૂપિયા અર્પણ કરવામાં આવે છે. તો બીજી યોજના અંતર્ગત ગામના નિરાધાર બાળકોનો સંપૂર્ણ અભ્યાસ ખર્ચ તથા પ્રવાસ ખર્ચ પણ ગ્રામપંચાયત ઉપાડશે.

દિકરીઓ માટે ખાસ મહિલા બસ સ્‍ટેન્‍ડ બનાવાયુંઆવી અનેક સુવિઘા અને યોજનાની સફળતાપૂર્વક અમલવારી કરાવનાર વિઠલપુર ગામમાં દિકરીઓ માટે ખાસ રાજયનું પ્રથમ સુવિઘાવાળુ ડિજીટલ મહિલા બસ સ્‍ટેન્‍ડ બનાવેલ છે. જે અંગે ગામના સરપંચ પ્રતાપભાઇ મહિડાએ જણાવેલ કે, વિઠલપુર ગામની 100 જેટલી દિકરીઓ અભ્‍યાસ અર્થે આસપાસના ગામોમાં તથા તાલુકા કક્ષાએ નિયમિત આવન-જાવન કરે છે. જેને ઘ્‍યાને લઇ ગ્રામજનોની લાગણી મુજબ અને દિકરીઓને માન પણ અને સન્માન પણ ના સુત્ર ને પરીપૂર્ણ કરવા દિકરીઓ માટે ખાસ મહિલા બસ સ્‍ટેન્‍ડ બનાવવામાં આવેલ છે.

બસ સ્‍ટેન્‍ડમાં સ્માર્ટ ટીવી, સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જીગની, બસોનું ટાઇમ ટેબલ, લાયબ્રેરી સાથે ડિજીટલ લાઈટીંગ સહિતની સુવિઘાઓ રાખવામાં આવી છે. ગામમાંથી અભ્‍યાસ અર્થે આસપાસના ગામોમાં જતી દિકરીઓ બસ સ્‍ટેન્‍ડમાં બેસી વાંચન કરી શકે, મોબાઇલ ચાર્જીંગ કરી શકે તેવી ખાસ સુવિઘા ઉભી કરવામાં આવી છે.

આ ડિજીટલ મહિલા બસ સ્‍ટેન્‍ડ અભ્‍યાસ કરતી દિકરીઓ સાથે ગામની મહિલાઓ સહિત તમામ લોકો માટે ઉપયોગી બની રહેશે. આજે ગામની દિકરીઓના હસ્‍તે આ ડિજીટલ મહિલા બસ સ્ટેન્ડને ખુલ્‍લુ મુકવામાં આવેલ છે. આ તકે આગેવાનો સહિત મોટીસંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થ‍િત રહયા હતા.

આગામી સમયમાં વિઠલપુર ગામમાં દિકરીઓને ઘ્‍યાને લઇ લગ્‍ન કરવા માટે પાર્ટી પ્‍લોટનું કામ કરવાનું આયોજન કરાયેલુ છે. વઘુમાં ગ્રામજનોને ફરવા માટે નદી પર રિવરફ્રન્ટ બનાવવાનું કામ ચાલુ છે. ગામમાં ઘરે ઘરે બહેનોને 24 કલાક પાણી મળી રહે તેવી વ્‍યવસ્‍થા કાર્યરત કરવા આયોજન કરાયુ હોવાનું સંરપંચએ વઘુમાં જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો