છેતરપિંડી:ડીજીટલ વોલેટના રીફન્ડનું કહી રૂ. 33 હજાર ખંખેર્યા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એસટી ટિકીટના રીફંડના નામે છેતરપિંડી કરનાર 4 સામે વધુ 1 ફરિયાદ

માણાવદરમાં ડીજીટલ વોલેટના કસ્ટમર કેર કર્મચારીની ઓળખ આપીને યુવાનના ખાતામાંથી રૂ. 33,811 ઉપાડી લેનાર 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, માણાવદરના મોહિતભાઇ જગદીશભાઇ ત્રિવેદી (ઉ. 25) ને તા. 16 ઓગષ્ટ 2021 ના રોજ સાંજે 6:41 થી 7:10 દરમ્યાન ડીજીટલ વોલેટના કસ્ટમર કેર કર્મચારી તરીકેની ઓળખ આપતો ફોન આવ્યો હતો. અને રીફન્ડ આપવાનું કહી તેમના મોબાઇલ ફોનમાં એનીડેસ્ક નામની એપ ડાઉનલોડ કરાવી હતી. અને બાદમાં તેમના બેંક ખાતામાંથી રૂ. 33,811 ઉપાડી લીધા હતા.

આ અંગેની જાણ મોહિતભાઇએ પોલીસને કર્યા બાદ પોલીસે તપાસ કરી જૂનાગઢના તજમુલ કરમુલમિંયા અન્સારી, સિકંદર અસરફ અન્સારી, આરીફરાજા સામૌન અન્સારી અને સરફરાજ ભાજુમિંયા અન્સારી સામે ગુનો નોંધ્યો છે. આ શખ્સો સામે એસટીની ટિકીટના રીફન્ડનું કહીને રૂપિયા ઉપાડી લીધાની ફરિયાદ પણ નોંધાઇ છે. બનાવની તપાસ પીઆઇ પી. એન. ગામેતી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...