મોંઘવારી:ડિઝલનાં ભાવ વધતા થ્રેશરનાં કલાકનાં 900 રૂપિયા થયા

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાદલપુર ગામની ગ્રામ સભામાં મોંઘવારીનો મુદ્દો ઉઠ્યો

જૂનાગઢ તાલુકાનાં બાદલપુર ગામમાં ગ્રામસભા મળી હતી. ગ્રામસભમાં ડિઝલ, પેટ્રોલ અને મોંઘવારીનો મુદ્દો ઉઠ્યો હતો. ડિઝલનાં ભાવ વધતા ખેતીમાં નુકસાની કરવાનો સમય આવ્યો છે. ખેત પેદાશ તૈયાર કરવા માટે થ્રેશરનાં 500 રૂપિયા કલાકનાં હતાં. ડિઝલનાં ભાવ વધતા 900 રૂપિયા કલાકનાં થાય છે. 400 રૂપિયાનો વધારો થયો છે. તેમજ અન્ય કામ માટે પહેલા 400 રૂપિયા હતા, તેના હવે 800 રૂપિયા ચૂકવવા પડે છે. ખેડુતોની આવક અડધી કરી નાખવામાં આવી છે.

ખેડૂતોને રૂપિયા 50માં ડિઝલ આપવું જોઇએ. આ ઉપરાંત ગેસ સિલિન્ડરનાં ભાવ પણ 900 રૂપિયા થયા છે. ખેડૂતો માટે ગેસનો બાટલો ખરીદવો શક્ય નથી. ગ્રામસભામાં મોંઘવારી મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો.આ અંગે ગામના સરપંચ રમેશભાઇ ભીમાણીએ કહ્યું હતું કે, ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં લોકોએ મોઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે રજૂઆત કરી હતી. આ રજૂઆત અમે કલેકટર સુધી પહોંચાડશું.

અન્ય સમાચારો પણ છે...