ધરપકડ:જૂનાગઢ નજીકના વિજાપુરના બુટલેગર સામે પાસા લાગુ

જૂનાગઢ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર જિલ્લાના વિજપરથી ઝડપી સુરત જેલ હવાલે કરાયો

જૂનાગઢ નજીકના વિજાપુરના બુટલેગરની પાસામાં અટકાયત કરી સુરત જેલ હવાલે કરાયો છે. આ અંગે મળતી વિગત મુજબ વિધાનસભાની ચૂંટણીને લઇ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તે માટે ગુનેગારો સામે તડીપાર, પાસા જેવા પગલાં લેવા રેન્જ ડીઆઇજી મયંકસિંહ ચાવડા, એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ સૂચના આપી હતી. દરમિયાન જૂનાગઢ નજીકના વિજાપુર ગામના અજય નાનજીભાઇ ગોહેલ નામના શખ્સ સામે દારૂનો ગુનો નોંધાયો હતો.

ત્યારે એ ડિવીઝન પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી એસપી રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા મોકલતા જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ રચિત રાજે આરોપી સામે પાસાનું વોરંટ ઇશ્યુ કર્યું હતું. દરમિયાન આરોપી અજય ગોહેલ જામનગર જિલ્લાના વિજપર ગામે હોવાની બાતમી મળી હતી. બાદમાં એલસીબી પીઆઇ જે.એચ. સિંધવ, પીએસઆઇ જે.જે. ગઢવી, એ ડિવીઝન પીઆઇ એમ.એમ. વાઢેર અને સ્ટાફે જઇ આરોપીને ઝડપી લીધો હતો. બાદમાં સેન્ટ્રલ જેલ લાજપોર, સુરત ખાતે ધકેલી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...