તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વંથલી પંથકના 2 બુટલેગરો સામે પાસા લાગુ કરાયો

જૂનાગઢ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • અમદાવાદ અને વડોદરા સેન્ટ્રલ જેલ હવાલે કરાયા

વંથલી પંથકના 2 બુટલેગરો સામે પાસાનો કાયદો લાગુ કરાયો છે. એકને અમદાવાદ અને બીજાને વડોદરા સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવાયા છે. પ્રોહિબીશનની પ્રવૃત્તિ નાબુદ કરવા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા સૂચના જારી કરવામાં આવી હતી. બાદમાં એલસીબીએ તપાસ હાથ ધરી હતી. દરમિયાન વંથલીના પ્રોહિબીશન બુટલેગર દાસા રામાભાઇ હરણ સામે વંથલી, કેશોદ અને માણાવદર પોલીસ સ્ટેશનમાં મળી 5 ગુના નોંધાયા હોય તેની સામે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ પાસાનું વોરંટ ઇશ્યુ કર્યું હતું.

દરમિયાન આરોપી જામનગરના કાલાવાડ હાઇવે પર હોવાની બાતમી મળતા એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ. આઇ. ભાટી, પીએસઆઇ ડી. જી. બડવા અને સ્ટાફે જઇ આરોપીને ઝડપી લઇ વડોદરા જેલમાં પાસા હેઠળ ધકેલી દીધો છે. જ્યારે વંથલી પંથકના બુટલેગર ભરત હમીરભાઇ કોડીયાતર સામે વંથલી પોલીસ સ્ટેશનમાં 4 ગુના નોંધાયા હોય તેની સામે પણ પાસાનું વોરંટ ઇશ્યુ થયું હતું. દરમિયાન વંથલી પીએસઆઇ બી. કે. ચાવડા અને સ્ટાફે ભરત કોડીયાતરને ઝડપી લઇ પાસા હેઠળ સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે ધકેલી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો