સમયસર સારવાર:108 ડાયલ કર્યું એટલે 3 જિલ્લાનાં 1574 લોકોનો જીવ અણીનાં સમયે બચી ગયો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢમાં 765, પોરબંદરમાં 365 અને ગીર-સોમનાથમાં 444ને જીવનદાન

અકસ્માત, હૃદયરોગ, શ્વાસની તકલીફ અને અમુક કિસ્સામાં પ્રસુતિ વખતે ગોલ્ડન પીરીયડ એટલે એવો સમય જેમાં દર્દીનો જીવ જવાની સ્થિતી આવી ગઇ હોય એજ વખતે તેને સમયસર સારવાર મળી જાય અને તેનો જીવ બચી જાય. 108 શરૂ થયા બાદ અનેક કિસ્સામાં લોકોને ગોલ્ડન પીરીયડમાં સારવાર મળી જવાને લીધે જીવ બચી જવાના કિસ્સા વધી ગયા છે. 108 ના પ્રોગ્રામ મેનેજર જયેશ કારેણાના જણાવ્યાનુસાર, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં એકલા નવેમ્બર 2021 માંજ 1574 લોકોને આવા ગોલ્ડન પીરીયડમાં સારવાર મળી જવાને લીધે તેઓના જીવ બચી ગયા છે.

ત્રણેય જિલ્લામાં ગત મહિને 108 ને કુલ 5235 કોલ મળ્યા હતા. જેમાંથી જૂનાગઢ જિલ્લામાં 765, ગીર સોમનાથ જિલ્લામાં 444 અને પોરબંદર જિલ્લામાં 365 લોકોના જીવ બચી ગયા હતા. ત્રણેય જિલ્લા પૈકી 108 ને પ્રસુતિને લગતા સૌથી વધુ 747 કોલ ગીર સોમનાથ જિલ્લામાંથી મળ્યા હતા. જ્યારે અકસ્માતના સૌથી વધુ કોલ જૂનાગઢ જિલ્લામાં 298 મળ્યા હતા. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં હાર્ટએટેકના 164 અને શ્વાસને લગતી ઇમરજન્સીના 180 કોલ આવ્યા હતા. જેમાં દર્દીને ગોલ્ડન પીરીયડમાં સમયસર સારવાર મળી હોય.

3 જિલ્લામાં જુદા-જુદા બનાવોમાં મળેલા કોલ

નવે. 2021જૂનાગઢપોરબંદરસોમનાથકુલ
કુલ ઇમર્જન્સી2542113715565235
પોલીસ ઇમર્જન્સી423144117
પ્રસુતિ5983187471663
અકસ્માત298114176588
હાર્ટએટેક1648681331
શ્વાસની તકલીફ1806967316
બચી ગયા7653654441574

કોલ મળ્યાની 20 મીનીટમાં પહોંચવાનો ટાર્ગેટ
108 ને કોલ મળે અને તેના સુધી એમ્બ્યુલન્સ પહોંચે એ માટે રાજ્ય સરકારે 20 મીનીટની સરેરાશનો ટાર્ગેટ આપ્યો છે. જૂનાગઢ જિલ્લામાં એ સરેરાશ 17 થી 18 મીનીટ, ગીર સોમનાથ જિલ્લામાં 20 થી 21 મીનીટ અને પોરબંદર જિલ્લામાં 18 થી 19 મીનીટની છે.

સર્પદંશ છત્તાં મહિલાનો જીવ બચ્યો
મેંદરડા તાલુકાના પાટરામા ગામે નવે. 2021 માં એક મહિલાને સર્પદંશના કિસ્સામાં 108 ની એમ્બ્યુલન્સમાં જ એક પછી એક 7 ઇન્જેક્શન મળી જતાં અને સમયસર જૂનાગઢ સિવીલ સુધી પહોંચી જતાં તેનો જીવ બચી ગયો હતો.

પોલીસની જરૂર હોય તો પણ 108 ને કોલ
કેટલાક લોકો 108 ને કોલ કરે છે. પણ તેઓની જરૂરિયાત પોલીસની હોય છે. આથી તેઓ કોલ પોલીસ કંટ્રોલને ફોરવર્ડ કરાય છે. આવા કોલ નવે. 2021 માં જૂનાગઢ જિલ્લામાં 42, ગીર સોમનાથ જિલ્લામાં 44 અને પોરબંદર જિલ્લામાં 31 આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...