જૂનાગઢના એક નાગરિક દ્વારા શહેરમાં ગેરકાયદે બાંધકામો મામલે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. ઝાંઝરડા રોડ પર વોકળા પર બાંધકામ થઈ ગયા હોવાની રજૂઆત સાથે ધરણા યોજ્વામાં આવ્યા હતા, ગેરકાયદે બાંધકામ દૂર કરવાની માગ સાથે ંમનપા કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જૂનાગઢના નાગરિકો દ્વારા આજે શહેરમાં થયેલા ગેરકાયદે બાંધકામ મામલે ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કરાયો હતો. શહેરના ઝાંઝરડા રોડ પર વોકળા પર બાંધકામો કરી દેવાતા ચોમાસા દરમિયાન પાણી રોકાઈ જવાની ભીતિ વ્યકત કરવામાં આવી છે. શહેરમાં થયેલી ગેરકાયદે બાંધકામો દૂર કરવાની માગ સાથે મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.જો કમિશનર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
જૂનાગઢમાં ગેરકાયદે બાંધકામ મામલે મનપાના સીટી ટાઉન પ્લાનર બી.એચ.ગામિતને પૂછતા તેઓ દ્વારા કંઈપણ કહેવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.