વિશેષ પૂજન:વેરાવળની શૈક્ષણીક સંસ્‍થાના વિશિષ્‍ટ ઔષધવનમાં ધનવંતરીનું શાસ્‍ત્રોકત વિધિથી વિશેષ પૂજન-અર્ચન કરાયું

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઔષધવનમાં પૂજા કરતા ટ્રસ્‍ટ અને સ્‍ટાફગણ - Divya Bhaskar
ઔષધવનમાં પૂજા કરતા ટ્રસ્‍ટ અને સ્‍ટાફગણ
  • દર વર્ષે દિવાળીના તહેવારમાં ઔષધોના દેવ ભગવાન ધનવંતરી તથા ઔષધવનના પ્રત્યેક વૃક્ષનું વિધીવત પૂજન કરાઈ છે
  • સંસ્‍થાના પટાંગણના ઔષધવનમાં 125 જેટલા અલગ-અલગ પ્રજાતિના વૃક્ષોનો કરવામાં આવી રહ્યો છે ઉછેર

વેરાવળમાં શૈક્ષણિક સંસ્થાએ પર્યાવરણ ક્ષેત્રે અનોખો અભિગમ અપનાવી ધનત્રેયોદેશીના ભગવાન ધનવંતરીનું શાસ્‍ત્રોકત વિધિથી વિશેષ પૂજન-અર્ચન કર્યુ હતું. આ સંસ્થાના વિદ્યાર્થીઓ ઉપરાંત વેરાવળ તથા ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ પણ શૈક્ષણીક સંસ્‍થાના પટાંગણના ઔષધવનની મુલાકાત લઈ વૃક્ષ પરિચય-પધરિચય તથા પર્યાવરણ જાગૃતી મેળવી રહ્યા છે.

વેરાવળ-સોમનાથ વિસ્તારમાં છ દાયકા જૂની શૈક્ષણિક સંસ્થા વેરાવળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ દિપાવલીના તહેવારોનાં મંગલ દિવસોમાં "ધનવંતરી ત્રેયોદશી" ના દિવસે ઔષધોના દેવ ભગવાન ધનવંતરી તથા ઔષધવનના પ્રત્યેક વૃક્ષનું વિધીવત પૂજન કરવામાં આવે છે. જે પ્રણાલી મુજબ સંસ્‍થાના ડારી ટોલબુથ પાસે આવેલા એન.જે.સોનેચા મેનેજમેન્‍ટ કોલેજના પટાંગણના ઔષધવનમાં વર્ષોથી ખાસ પૂજા કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે પણ આ પ્રકારની વિશેષ પૂજા-અર્ચના ઔષધવનમાં કરાઈ હતી.

આ અંગે સંસ્થાના સંચાલક ગીરીશ કારિયાએ જણાવ્યું હતું કે, અમારી સંસ્થાના ધનવંતરી ઔષધવનમાં કેટલીય લુપ્ત થતી વૃક્ષ પ્રજાતિના તથા કેટલાક દુર્લભ ઔષધવૃક્ષો સાથે વર્ષાઋતુ દરમિયાન આપોઆપ પ્રગટ થતાં વર્ષાયુ ઔષધિઓને સંવર્ધિત કરવામાં આવે છે. અમારી સંસ્‍થાના પટાંગણમાં પાંચ વર્ષ પૂર્વે ધનવંતરી ઔષધવનનો પ્રારંભ ભગવાન કૃષ્ણનું પ્રિય એવું કદમ વૃક્ષ વાવીને મંગલાચરણ કરાયુ હતું.

ઔષધવનમાં પૂજા કરતા ટ્રસ્‍ટ અને સ્‍ટાફગણ
ઔષધવનમાં પૂજા કરતા ટ્રસ્‍ટ અને સ્‍ટાફગણ

વધુમાં જણાવ્યું હતું કે, આજે પાંચ વર્ષના ગાળામાં સંસ્‍થાના પટાંગણના ઔષધવનમાં 125 જેટલા અલગ-અલગ પ્રજાતિના વૃક્ષોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. જેમાં 11 પ્રકારની વેલીઓ અને 20 કરતા વધુ વર્ષાયુ ઔષધીઓ ઉપરાંત સાતેક પ્રકારનાં અલગ-અલગ ફળ-ઝાડ સાથે 200 જેટલા નાળીયેરના વૃક્ષો ઉછેર કરી રહ્યા છીએ. અમારી સંસ્‍થાના ટ્રસ્‍ટીઓ અને તેમના પરીવારજનો, સ્‍ટાફગણ, વિદ્યાર્થીગણ તથા આસપાસના ગામના લોકો વૃક્ષોનો ઉછેર કરવામાં મદદરૂપ થાય છે. તો કેટલાય લોકો પોતાના જન્‍મદિવસની તિથિએ વૃક્ષ વાવી તેના ઉછેરનો સંકલ્‍પ કરવા પણ સંસ્‍થાનો સંપર્ક કરે છે.

ઔષધવન
ઔષધવન
અન્ય સમાચારો પણ છે...