ધાર્મિક:વર્ષભર તંદુરસ્ત રહેવા માટે ધનતેરસે કરાતી ધન્વંતરીની પૂજા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમુદ્ર મંથનના 14 પૈકી એક રત્ન ધન્વંતરી, તે વિષ્ણુના અંશાવતાર ગણાય છે

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા થાય છે. ખાસ કરીને વર્ષભર તંદુરસ્ત રહેવા માટે તેમની પૂજા થાય છે કારણ કે તેઓ આયુર્વેદના દેવતા ગણાય છે. સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી નિકળનારા 14 રત્ન પૈકી એક રત્ન ભગવાન ધન્વંતરી હતા. તે વિષ્ણુનો અંશાવતાર પણ ગણાય છે.

ધનતેરસના દિવસે વાસણ અને ચાંદી ખરીદવામાં આવે છે. દેવ ધન્વંતરીને લક્ષ્મીના ભાઇ માનવામાં આવે છે. તેમના અવિરત થવા માટે ધનતેરસે વાસણ ખરીદવામાં આવે છે. ચાંદીને ચંદ્રનું પ્રતિક માનવામાં આવે છે.ચાંદી શિતળતા, સ્વાસ્થ્ય, નિરોગી કાયા અને તેજ મગજ આપે છે. માટે ધનતેરસના દિવસે ચાંદીખરીદવામાં આવે છે.આ દિવસે તમે જેટલી ખરીદી કરો તેની 13 ગણી વૃદ્ધિ થાય છે.

ધન્વંતરી યજ્ઞ માટે ફ્રિ સામગ્રી
ધનતેરસે ધન્વંતરી યજ્ઞ કરવાનું વિશેષ ફળ મળે છે. પ્રવિણાબેન વાઘેલા,મૃનાલીબેન તેમજ અન્યોએ કોરોનામાં ધન્વંતરી યજ્ઞ કરી કોરોના સંક્રમણમાં સારૂં પરિણામ મેળવ્યું હતું.જે કોઇને યજ્ઞ માટેની માહિતી કે યજ્ઞ માટેની સામગ્રી- સમિધ વગેરે જોઇતા હોય તો યજ્ઞ માહિતી ટાઇપ કરી 9426509937 મોકલવાથી સર્વે સન્તુ નિરામય ગૃપ, જૂનાગઢ દ્વારા ફ્રિમાં આપવામાં આવશે તેમ રીટાબેન વાજાએ જણાવ્યું છેે.

શાપુરમાં આવેલ છે ધન્વંતરી મંદિર
જૂનાગઢથી 10 કિમી દૂર શાપુર (સોરઠ) મુકામે ભગવાન ધન્વંતરીનું મંદિર આવેલું છે. આ સંસ્થાન સંસ્થાપક સ્વ. રવજીબાપા વિસાવડીયાએ આહાર, વિહાર, સૂવા, બેસવા, ખાવાની પરેજીથી જ આરોગ્ય ક્ષેત્રે સારા પરિણામ મેળવ્યા છે. માળીયાના ધણેજ ગામે ભગવાન ધન્વંતરીનું સમાધી સ્થાન છે.

અન્ય સમાચારો પણ છે...