સરકારી કર્મચારીઓ આકરા પાણીએ:જૂનાગઢમાં ચાર જિલ્લાના સરકારી કર્મચારીઓના ધામા, 15 માંગણીઓ પૂરી કરો નહીં તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું

જુનાગઢ18 દિવસ પહેલા

સરકાર દ્વારા કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં તમામ કર્મચારી આલમમાં ખુબજ અસંતોષ અને ભારોભાર રોષની લાગણી વ્યાપી છે. કર્મચારીઓના પ્રશ્નો અને બંધારણીય મળવાપાત્ર હક્કની માંગણીઓનો કોઈ નિકાલ ના આવતા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા અગાઉ પણ આવેદનપત્ર પાઠવી, રેલી યોજી હડતાળો કરી વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે જૂનાગઢ ઝોનના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાય અને પોરબંદર જિલ્લાના તમામ સંગઠનના તમામ કર્મચારીઓની મહારેલીનું જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું.

કર્મચારીઓની ચીમકી
પોલીસ વિભાગ સિવાય તમામ વિભાગના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે ચાર જિલ્લાના તમામ કર્મચારી મંડળના નેજા હેઠળ બહોળી સંખ્યામાં કર્મચારીઓ એકત્રિત થયા હતા અને કર્મચારીઓ આંકરા પાણીએ થઈ જણાવ્યું હતું કે, જો સરકાર દ્વારા કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો આવનાર વિધાનસભા ચૂંટણીમાં કર્મચારીઓ તેમજ કર્મચારીઓનો પરિવાર સામૂહિક રીતે મતદાનનો બહિષ્કાર કરશે. તેઓ પણ કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું..

કર્મચારીઓની માંગણીઓ
કર્મચારીઓની વિવિધ 15માં માંગણીઓ ને લઈને કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી આવેદનપત્ર પાઠવી હડતાળો કરી રેલી યોજના પોતાની રજૂઆત સરકારના કારણે પહોંચાડી રહી છે. ત્યારે અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો હકારાત્મક નિર્ણય ન આવતા બોહળી સંખ્યામાં કર્મચારી મંડળો સરકારની આંખ ઉઘાડવા મેદાને પડ્યા છે. જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવી, ફિક્સ પગાર પ્રથા બાબતે સરકારે સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલ પીટિશન પરત ખેંચી ફિક્સ પગારની પ્રથા મુળ અસરથી બંધ કરી, ગુજરાત હાઇકોર્ટના ચુકાદા મુજબ મુળ નિમણૂંકથી તમામ લાભ આપવા,સાતમાં પગાર પંચના બાકી ભથ્થા કરવામાં આવે,રહેમરાહે નિમાયેલ કર્મચારીઓની નોકરી મૂળ નિમણૂંક તારીખથી તમામ હેતુ માટે સળંગ ગણાય, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માફક 10-200-30 વર્ષની ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓને પગાર મર્યાદા સિવાય આપવો, રૂ. 10 લાખની મર્યાદામાં કેશલેરા મેડીક્લેમની મર્યાદા આપવી.

આ ઉપરાંત વય નિવૃત્તિ 58 વર્ષથી વધારી ભારત સરકારના કર્મચારીઓ માફક 60 વર્ષ કરવી, 30મી જૂને વય નિવૃત થતા કર્મચારીઓને એક ઇજાફા સહિત પેન્શનનો લાભ આપવો, ચાલુ ફરજ દરમિયાન અવસાનના કિસ્સામાં વારસદારને અપાતી ઉચ્ચક નાણાકિય સહાયને બદલે અગાઉની જેમ જ ત્રણ મહિનામાં પુરા પગારમાં રહેમરાહે નોકરી આપવી, 45 વર્ષની વય મર્યાદા બાદ કર્મચારીઓને ખાતાકીય પરીક્ષાઓમાંથી મુક્તિ આપી બઢતી અને ઉચ્ચત્તર પગાર ધોરણના લાભ આપવા, પૂર્વસેવા તથા ખાતાકીય પરીક્ષામાં 60% એ મુક્તિની જોગવાઇ દુર કરવી, પાસ થવાના 50% માર્ક્સના ધોરણ ને બદલે 40% કરવામાં આવે અને ખાતાકીય પરિક્ષાના 5 વિષયોના સ્થાને ત્રણ વિષયો રાખવામાં આવે અને અંગ્રેજી વિષયનું પેપર રદ્દ કરી ગુજરાતી વિષયનું પેપર રાખવામાં આવે, પંચાયત Yબોર્ડ - નિગમ, નગરપાલિકા, મહાનગરપાલિકાની ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓ તથા વર્કચાર્જ રોજમદાર કર્મચારીઓને સાતમાં પગારના તફાવત સહિતના તમામ લાભ આપવા, રાજ્ય સરકારના કર્મચારી ગણવા વર્ગ-3 અને વર્ગ-4માં આઉટ સોસિંગ પ્રથામાં થતુ શોષણ દુર કરી નિયમિત ભરતી કરવી, જેમાં અનુભવી કર્મચારીઓને અગ્રતાના ધોરણે નિયમિત કરવા, કર્મચારીઓને નિવૃત્તી વખતે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દરમાં અને મુદ્દતમાં ઘટાડો કરવો બદલી પાત્ર કર્મચારીઓને સંબંધીત જિલ્લામાં તથા બિન બદલી પાત્ર સચિવાલય સહિતના કર્મચારીઓને ગાંધીનગરમાં રાહતદરના પ્લોટની ફાળવણી કરવી જેવી વિવિધ માંગણીઓ કર્મચારીઓ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...