તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Devotees Thronged Somnath Today, A Devotee From Rajkot Offered 320 Grams Of Gold Tirpund And A Quarter Of A Kilo Of Silver Kalash, Bucket And Moon

શ્રાવણની પૂર્ણાહુતિ:સોમનાથમાં આજે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું, રાજકોટના એક ભક્તે 320 ગ્રામ સોનાનું ત્રિપુંડ અને સવા પાંચ કિલો ચાંદીના કળશ, ડોલ અને ચંદ્ર અર્પણ કર્યા

વેરાવળ16 દિવસ પહેલા
રાજકોટના શિવભકતએ અર્પણ કરે સોના-ચાંદીની વસ્‍તુઅોથી મઘ્‍યાહન પૂજન સમયે મહાદેવનો શણગાર કરાયેલ
  • મુખ્યમંત્રીના પત્ની અંજલીબેન રૂપાણીએ મહાદેવની પૂજા-અર્ચના કરી
  • કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ મહાદેવની પૂજા અચર્ના કરી

આજે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસ, સોમવાર અને અમાસના શુભગ સંયોગના પાવન દિવસે વ્‍હેલીસવારથી જ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. જયારે આજે સવારે મેઘરાજા પણ મહાદેવને જલાભિષેક કરવા અમીછાંટણા રૂપે હેત વરસાવી રહયા હતા. જેના પગલે સોમનાથ સાંનિઘ્‍ય શિવભકિતના માહોલમાં ઠંડક પ્રસરી ગઇ હતી.આજે શ્રાવણના અંતિમ દિવસે રાજકોટના એક શિવભકતે સવા પાંચ કીલો ચાંદીના કળશ, ચંદ્ર અને 320 ગ્રામ સોનાનું ત્ર‍િપુંડ સોમનાથ મહાદેવને અર્પણ કરેલ હતું.

સોમનાથ મંદિરએ વરસતા વરસાદમાં પણ શિવભકતો ઉમટી રહેલ
સોમનાથ મંદિરએ વરસતા વરસાદમાં પણ શિવભકતો ઉમટી રહેલ

શિવની ભકિતના પ્રિય એવા શ્રાવણ માસના આજે અંતિમ દિવસે અનેરો સંયોગ સર્જાયો છે. આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ, સોમવાર અને સોમવતી અમાસના સંયોગથી સોમનાથ મંદિરે વ્‍હેલીસવારથી આવી રહેલ ભાવિકો કોરોનાની ગાઇડ લાઇન્સો મુજબ પ્રથમ પાસ કઢાવ્યા બાદ સોશ્યલ ડીસ્ટન્સના રાઉન્ડ મુજબ કતારબંઘ લાઇન પર ચાલીને મહાદેવને શીશ ઝુકાવવા મંદિરમાં પ્રવેશ કરી રહયા હતા. આજે વ્‍હેલીસવારથી સોમનાથના આકાશમાં મેઘરાજાએ પણ મુકામ કરી મહાદેવને જલાભિષેક કરતા હોય તેમ ધીમીધારે હેત વરસાવી રહેલ હતા.

મહાદેવની પાલખીનું પૂજન કરતા મંદિર ટ્રસ્‍ટના અઘિકારી વિજયસિંહ ચાવડા
મહાદેવની પાલખીનું પૂજન કરતા મંદિર ટ્રસ્‍ટના અઘિકારી વિજયસિંહ ચાવડા

આજે સવારે ચાર વાગ્યે મંદિરના દ્રાર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવેલ હતા. જયારે સાડા છ કલાકે પ્રાત: મહાપુજન-આરતી બાદ મહાદેવને વિવિધ પુષ્પો બિલ્વપત્રોનો શૃંગાર કરવામાં આવેલ હતો. સવારે સાત વાગ્યે આરતી, પોણા આઠ વાગ્યે સવા લક્ષ બિલ્વપૂજાનો, નવ વાગ્યે યાત્રિકો દ્વારા નોંધાવેલ રૂદ્રપાઠ, મૃત્યુંજય પાઠ, સાડા અગિયાર વાગ્યે મધ્યાહન મહાપુજા મહાદુર્ગધાભિષેક, બાર વાગ્યે મધ્યાહન આરતી કરાયેલ હતી. શ્રાવણના અંતિમ દિવસે સોમનાથ મંદિર પરિસરમાં કતારબંઘ લાઇનમાં ઉભેલા ભાવિકો અને સોમનાથને જોડતા તમામ માર્ગો પર પદયાત્રીઓના હર હર મહાદેવ... બમ બમ ભોલેનાથના નાદથી ગુંજી ઉઠતા વાતાવરણ શિવભય બની ગયેલ હતુ.

મહાદેવને શીશ ઝુકાવતા કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા
મહાદેવને શીશ ઝુકાવતા કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

આજે સવારે સોમનાથ મહાદેવને પ્રાતઃશ્વેત પીતાંબર અને ગુલાબ, કમળના વિવિધ પૂષ્પહારોનો અલોકિક શણગાર કરવામાં આવેલ જેના દર્શન કરી શિવભકતો ભાવવિભોર બની ગયા હતા. જયારે સવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ મહાદેવને શીશ ઝુકાવી પૂજા-અર્ચના કરી હતી. જયારે કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ સ્‍થાનીક કોળી સમાજના આગેવાનો સાથે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ઘ્‍વાજરોહણ કર્યુ હતુ. બાદમાં ટ્રસ્‍ટના જીએમ વિજયસિંહ ચાવડાએ પાલખી પૂજન કરેલ હતું. તો આજે પાવન દિવસે રાજકોટના એક શિવભક્ત દ્વારા સોમનાથ મહાદેવને સવા પાંચ કિલ્લો ચાંદીમાંથી બનાવેલ ડોલ, કળશ, ચંદ્ર અને 320 ગ્રામ સોનામાંથી બનાવેલ ત્રિપુંડ અર્પણ કરેલ હતા. જે તમામ વસ્‍તુઅોને બપોરના સમયે મધ્યાહ્ન શણગારમાં ઉપયોગમાં લેવામાં આવેલ હતું.

મહાદેવના દર્શન કરતા મુખ્‍યમંત્રીના ઘર્મપત્‍ની અંજલીબહેન
મહાદેવના દર્શન કરતા મુખ્‍યમંત્રીના ઘર્મપત્‍ની અંજલીબહેન
અન્ય સમાચારો પણ છે...