તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાદરવી અમાસ:ભાવિકો દામોદરકુંડે ન પહોંચે તે માટે સોનાપુરી સ્મશાન પાસે જ રોકી રખાયા, ભાવિકોમાં રોષ

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોએ કહ્યું- કોરોનામાં મોત થતા મોઢા તો નથી જોયા, પાણી તો પાવા દયો

જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્રએ કોરોના સંક્રમણના ભયે ભાદરવી અમાસે દામોદર કુંડ ખાતે સ્નાન અને પાણી રેડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. પરિણામે પાણી રેડવા આવેલા ભાવિકોને પોલીસે સોનાપુરી સ્મશાન પાસે જ રોકી રાખતા ભાવિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ભાવિકોએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે અમારા સ્વજનો મૃત્યુ પામ્યા છે તેના મોઢા પણ જોવા નથી મળ્યા, હવે તેને મોક્ષ મળે તે માટે પાણી તો પાવા દયો! અન્ય એક ભાવિકે જણાવ્યું હતું કે, અસ્થિ પઘરાવવા, પિતૃને પાણી રેડવામાં કોરોના નડે છે,ચૂંટણી ટાણે રેલી કાઢવામાં, મત માંગવા કોરોના નથી નડતો? છેલ્લા 2 વર્ષથી પિતૃને પાણી પિવડાવવા પણ નથી દેતા. આવી સરકાર ક્યારે જોઇ નથી!

અન્ય એક ભાવિકે જણાવ્યું હતું કે, વર્ષમાં એક વખત પિતૃના મોક્ષાર્થે પવિત્ર દામોદર કુંડે પાણી રેડવા આવીએ છીએ તેમાં પણ પ્રતિબંધ? સરકાર - નેતા ધ્યાન રાખે અમારા થકી તમે ગાદીએ બેઠા છો. જ્યારે તિર્થ પુરોહિતે પણ જણાવ્યું હતું કે, અમને વિશ્વાસમાં લીધા વિના જાહેરનામું બહાર પાડ્યું છે. તસવીર: મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...