વિસર્જન:ગણેશ વિસર્જન માટે ભાવિકોની ભીડ, 713 મૂર્તિનું કરાયું વિસર્જન

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 50 બાય 60ની સાઇઝના કૃત્રિમ કુંડમાં 3,00,000 લીટરથી વધુ પાણી ભરાયું

જૂનાગઢમાં રવિવારે ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે ભાવિકોની ભીડ ઉમટી હતી. આ અંગે ડીએમસી જયેશભાઇ વાજાએ જણાવ્યું હતું કે, કમિશ્નર રાજેશ તન્નાની સૂચનાથી ભારતી આશ્રમ ગેઇટ પાસે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો છે. 50 બાય 60ની સાઇઝના આ કુંડની ઉંડાઇ 8 ફૂટની છે અને તેમાં 4 ફૂટ સુધી પાણી ભરવામાં આવ્યું છે.

આમ, અંદાજે 3,00,000 લીટર કરતા વધુ પાણી ભરી રાખ્યું છે. ગણેશ મૂર્તિના વિસર્જન માટે મહાનગરપાલિકાના કર્મચારીઓને પણ તૈનાત રખાયા છે. સામાન્ય રીતે 1,3, 5 એમ એકી સંખ્યામાં 11 દિવસ સુધી ગણેશજીની સ્થાપના કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરાતી હોય છે. અમે બુધવાર -ભાદરવા સુદ ચોથ (ગણેશ ચતુર્થિ)ના દિવસથી કૃત્રિમ કુંડ તૈયાર કરી રાખ્યો હતો. શનિવાર સુધીમાં 166 મૂર્તિ અને રવિવારે 547 મળી અત્યાર સુધીમાં 713 ગણેશ મૂર્તિનું વિસર્જન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...