તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પદવીદાન:જૂલાઇમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.નો સૌપ્રથમ પદવીદાન સમારોહ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યપાલ, મુખ્યમંત્રીને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો સૌપ્રથમ પદવીદાન સમારોહ જૂલાઇમાં યોજવા માટનું આયોજન હાથ ધરાઇ રહ્યું છે. આ અંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના કાયદા મુજબ 2015માં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી અને 2016-17 થી કાર્યરત કરાઇ હતી.

યુનિર્વસિટી હેઠળના જૂનાગઢ, ગિર સોમનાથ,પોરબંદર અને દેવભૂમિ દ્વારકા એમ 4 જિલ્લાના 29,822 વિદ્યાર્થીઓને આ પદવીદાન સમારોહમાં ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત ગોલ્ડ મેડલ, રેન્ક સર્ટિફિકેટ પણ એનાયત કરાશે.

આ સૌપ્રથમ અને ઐતિહાસિક પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને આમંત્રણ પાઠવી દેવાયું છે. તેમના દ્વારા તારીખ ફાળવાયા બાદ પદવીદાન સમારંભનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. એક્ઝિક્યુટીવ કાઉન્સિલ, બોર્ડ ઓફ ગવર્નર્સ, એકેડેમીક કાઉન્સિલ જેવા યુનિવર્સિટીના સત્તામંડળો દ્વારા પ્રમાણપત્રો, ગોલ્ડ મેડલ અને રેન્ક સર્ટિફિકેટ મેળવનાર વિદ્યાર્થીઓની યાદીને મંજુરી અપાઇ હોય ડિગ્રી તૈયાર કરવા ઓર્ડર પણ અપાઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...