જૂનાગઢ શહેર પ્રવાસનક્ષેત્રે ઝડપથી વિકસી રહ્યું છે. અનેક તીર્થક્ષેત્ર અને કુદરતના સાનિધ્ય સમાન પર્વત અને જંગલ ઉપરાંત નવાબી કળાનો વિલિગ્ડન ડેમ પણ ખુબ સારી રીતે વિકસી શકે તેવું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જૂનાગઢનું ભવનાથ ક્ષેત્ર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શનિવાર અને રવિવારે ભવનાથ વિસ્તારમાં ભારે ટ્રાફિકની સ્થિતિ ઉભી થાય છે. એવા સંજોગોમાં ભાવનાથનું ભારણ ઘટાડવા અને એક નવા પર્યટન ક્ષેત્ર તરીકે વિકસી શકે છે.
બે પર્વતોની વચ્ચે બનેલો વિલિગ્ડન ડેમ એક અદ્ભુત ક્ષેત્ર છે. પણ અહીં કોઈ જ સુવિધા ન હોવાથી અવાવરું બન્યો છે. વિલિગ્ડન ડેમ ઉપર માત્ર ચોમાસા દરમ્યાન માનવ મેદની ઉમટે છે. છેલ્લા એક દાયકામાં આ ક્ષેત્ર ઉજ્જડ બન્યું છે. અહીં સલામતીના પ્રશ્ન સૌથી મોટો છે એવા સંજોગોમાં આ વિસ્તારને વિકસાવવામાં આવે તો વિલિગ્ડન ડેમ પર્યટન ક્ષેત્ર બની શકે છે.
જૂનાગઢના પ્રબુદ્ધ નાગરિકોમાં આ મામલે હલચ લ જોવા મળી રહી છે. વિલિગ્ડન ડેમ ઉપર સ્ટેપ ગાર્ડન અને હોટેલ અથવા કેન્ટીનની નિર્માણ થઇ શકે તેવી શક્યતા છે. અહીં કેન્ટીન બને તો આ વિસ્તાર લોકોમાં માટે સલામત પણ બની શકે છે.
વિલિગ્ડન ડેમ ઉપર સ્ટેપ ગાર્ડન બનાવવામાં આવે તો સૌરાષ્ટ્રના પર્યટન માટે આ એક ખુબ મોટું નજરાણું બની શકે છે. કુદરતે જ્યાં ખુબ પ્રાકૃતિક સૌંદર્ય વેર્યું છે, જેની પર્વતમાળાઓ ઉપરથી ચોમાસા દરમ્યાન વહેતા ઝરણા જોવા હજારો લોકો ઉમટે છે.
આ સંખ્યા હજુ વધી શકે છે. એટલું જ નહીં વિલિગ્ડન ડેમ વિકસાવવામાં આવે તો નવું પર્યટન ક્ષેત્ર મળી શકે અને ભવનાથ તીર્થક્ષેત્રમાં વધેલા ભારણને દૂર કરી શકાય નવાબી કાળમાં બનેલા આ જળાશયને તેની જળ ક્ષમતા પૂર્વવત કરવા માટે ઊંડો ઉતારવો પણ જરૂરી છે. કારણકે, એક વરસાદ જો 5 ઇંચ જેટલો પડે તો પણ આ જળાશય છલકાઇ જાય છે. એ સ્થિતિમાં ડેમને ઊંડો ઉતારવા માટે કાંપ કાઢી લેવામાં આવે તો તેની જળસંગ્રહ ક્ષમતા પણ વધી શકે છે. તસવીર: મેહુલ ચોટલીયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.