તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સીએમ હાય હાયના નારા લગાવનાર એનસીપીના રેશ્મા પટેલની અટકાયત

જૂનાગઢ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • 3 વાગ્યે છૂટકારો, 10 મે ના સિવીલમાં આમરણ ઉપવાસ કરીશ જ

વિજય રૂપાણી હાય હાયના નારા લગાવનાર એનસીપીના રેશ્મા પટેલની પોલીસે અટકાયત કરી હતી. જોકે, બાદમાં 3 વાગ્યે તેમને છોડી મૂકાયા હતા. સીએમ રૂપાણી જૂનાગઢ સિવીલની મુલાકાત લઇ બાદમાં અધિકારી, પદાધિકારીઓ સાથે કલેકટર કચેરી ખાતે સમિક્ષા બેઠક કરવાના હતા.

હજુ એસપી કચેરી તરફના ગેઇટ પાસે કોનવે આવ્યો ત્યાં જ એનસીપીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ ત્યાં ધસી આવ્યા હતા અને વિજય રૂપાણી હાય હાયના નારા લગાવતા પોલીસે તેની અટકાયત કરી હતી. આ અંગે રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, હું સીએમને આવેદન દેવા માંગતી હતી પરંતુ મને મંજુરી ન આપી અટક કરવાની તૈયારી કરાઇ હોવાનું જાણવા મળ્યું હતું.

કલેકટર કચેરીના આગળના ગેઇટ પાસે ફૂલ બંદોબસ્ત હોય હું પાછળની દિવાલ કૂદી અંદર પ્રવેશી હતી.આવેદન દેવા ન દેવાતા મારે વિજય રૂપાણી હાય હાયના નારા લગાવી વિરોધ કરવો પડ્યો. સવારે 11 વાગ્યે મારી અટક થઇ 3 વાગ્યે છૂટકારો થયો. કોરોનાથી થતા મોત નહિ પરંતુ સરકારના મિસ મેનેજમેન્ટના કારણે થતી હત્યા છે. હું 10 મેના સિવીલમાં આમરણ ઉપવાસ કરીશ જ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો