તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસનું વ્યાપક ચેકીંગ:શહેરમાં 54 વ્યક્તિઓની ધરપકડ તમામ સામે અટકાયતી પગલાં

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હદપારી ભંગ, જુગાર રમતા, હથિયાર સાથેના શખ્સને પણ પકડી પાડ્યા
 • વોર્ડ નંબર 6 અને 15ની પેટા ચૂંટણીને લઇ પોલીસનું વ્યાપક ચેકીંગ

જૂનાગઢ શહેરમાં વોર્ડ નંબર 6 અને 15ની યોજાનાર પેટા ચૂંટણીને લઇને પોલીસ દ્વારા વ્યાપક ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્વક યોજાય તે માટે આરોપીઓ સામે કડક પગલાં લેવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા સૂચના આપવામાં આવી છે. બાદમાં ડીવાયએસપી પ્રદિપસિહં જાડેજાના માર્ગદર્શનમાં વિવિધ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

આ કાર્યવાહીમાં 54 વ્યક્તિની ધરપકડ કરી તમામ વિરૂદ્ધ અટકાયતી પગલાં લેવાયા છે. આ 54માં 15 પ્રોહિબીશનના બુટલેગરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હદપારી ભંગ, કેફીપીણું પીધેલા, હથિયાર ધરાવતા અને જુગાર રમતા શખ્સોને પણ પકડી પાડી ગુના નોંધવામાં આવ્યા છે.

શહેરમાં સરદાર ચોક, બીલખા ગેઇટ, પંચેશ્વર વિસ્તારમાં સુપરકોપ બાઇક પેટ્રોલીંગ પણ કરાઇ રહ્યું છે. આમ, સમગ્ર ચૂંટણી દરમિયાન વાહન ચેકીંગ, ફૂટ પેટ્રોલીંગ, એરીયા ચેકીંગ તેમજ એરીયા ડોમીનેશનની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો