તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેર:ગીર સોમનાથ જિલ્લામાં 107 અતિ સંવેદનશીલ અને 364 સંવેદનશીલ મતદાન મથકોની વિગતો તંત્રએ જાહેર કરી

વેરાવળ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આ તમામ મતદાન મથકો પર ખાસ સુરક્ષા વ્‍યવસથા તૈનાત કરાશે
 • તૈયારીઓ પરીપૂર્ણ કરવા સ્‍થાનિક અધિકારીઓને જરૂરી સુચના અપાઇ

ગીર સોમનાથમાં જિલ્‍લા પંચાયત, છ તાલુકા પંચાયત અને ચાર નગરપાલીકાઓની બેઠકોની ચુંટણીનું આગામી રવિવારે મતદાન યોજાનાર છે. ત્‍યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે વહીવટી તંત્રએ તૈયારીઓ હાથ ધરી છે. જેમાં મતદાન મથકોની સ્‍થળો નક્કી કરાયાની સાથે અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ મથકોની વિગતો તંત્રએ જાહેર કરી છે. જે મુજબ તૈયારીઓ સમયસર પરીપૂર્ણ કરવા સ્‍થાનિક કક્ષાએ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.

ગીર સોમનાથ જીલ્લામાં જિલ્લા પંચાયતની 28, છ તાલુકા પંચાયતનોની 128 અને ચાર નગરપાલીકાની 107 બેઠકો માટે ચુંટણી યોજાનાર છે. આ બેઠકો માટે મતદાન યોજાનાર હોય જેના મતદાન મથકો પૈકી 76 અતિ સંવેદનશીલ અને 292 સંવેદનશીલ મતદાન મથકો છે. જ્યારે પાલીકાના મતદાન મથકોમાં 31 અતિ સંવેદનશીલ અને 76 સંવેદનશીલ મથકો હોવાનું તંત્રએ જણાવેલ છે. આ અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન મથકોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો