તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:સુત્રાપાડામાં ઉડતી ધુળના કારણે સ્થાનિકોને હાલાકી

સુત્રાપડા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હાલ પુરતું પાણીનો છંટકાવ કરવા રજુઆત

સુત્રાપાડા-વેરાવળ હાઈવે રોડ પર સુત્રાપાડાના કાંકરીગેટ સામે આવેલ રો૰ડ પર મોટા પ્રમાણમાં ઉડતી ધુળની ડમરીઓને કારણે સ્થાનિકો પરેશાન છે. રોડ પર મોસ મોટા ખાડા પડી ગયેલ હોવાથી રોડ બિસ્માર હાલતમાં છે. તો બીજી તરફ ખાનગી કંપનીના મોટા વાહનોની સતત અવર-જવરના કારણે ધુળની ડમરી ઉડતી રહે છે. રોડ પર ખાણી-પીણીની દુકાનો પણ આવેલી છે, ઉડતી ધુળના કારણે આ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે આ વિસ્તારના લોકોના સ્વાસ્થ પર ખતરો છે.

ઉપર થી તંત્ર કે કંપની દ્વારા ઘણા સમયથી રોડ ઉપર પાણીનો છંટકાર પણ કરવામાં આવતો નથી.વેપારીઓનીમાંગણી છે કે આ રોડને વહેલી તકે રીપેર કરવામાં આવે અને જ્યા સુધી નવીનીકરણ ન થાય તો દરરોજ આ રોડ ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવે તેમ મામદતદારને આવેદન આપી તાત્કાલીક સમસ્યાનું નિવારણ લાવવા રજૂઆત કરાઈ છે. જેથી ધુળની ડમરીઓ સામે લોકોને આંશીક શાંતી મળી રહે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો