તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:સ્થાનિક સ્વરાજમાં આપની એન્ટ્રી છતાં ઉમેદવાર ઘટ્યા

જૂનાગઢ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિ.પં. અને તા.પં. માં ગત ચૂંટણી કરતા 16 ઉમેદવાર ઓછા
 • કુલ બેઠકનાં 42 ટકા ઉમેદવાર આપે મેદાનમાં ઉતાર્યા

જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનાં હરીફ ઉમેદવાર નકકી થઇ ગયા છે. જૂનાગઢ જિલ્લાની ચૂંટણીમાં ચાલુ વર્ષે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ છે. વર્ષ 2015માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગ હતો. પરંતુ ચાલુ વર્ષે આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર ઉભા રાખ્યાં છે. જિલ્લા પંચાયતમાં 15 અને તાલુકા પંચાયતમાં 64 ઉમેદવાર મળી કુલ 79 બેઠક ઉપર આપનાં ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે,જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કુલ બેઠકનાં 42 ટકા ઉમેદવાર છે.

વર્ષ 2015ની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 30 બેઠકમાં 93 ઉમેદવાર હતાં અને તાલુકા પંચાયતની 158 બેઠકમાં 458 ઉમેદવાર હતાં. તેની સામે વર્ષ 2021ની ચૂંટણીમાં જિલ્લા પંચાયતમાં 92 અને તાલુકા પંચાયતમાં 443 ઉમેદવાર છે. જે ગત ચૂંટણી જિલ્લા પંચાયતમાં એક અને તાલુકા પંચાયતમાં 15 ઉમેદવાર ઓછા છે. ચાલુ વર્ષે આમ આદમી પાર્ટીએ 79 ઉમેદવાર મેદાને ઉતારવા છતા ઉમેદવારની સંખ્યાં ઓછી છે. સમાન્ય રીતે અપક્ષમાંથી ચૂંટણી લડતા ઉમેદવારોને આપે ટિકીટ આપી છે.

2015માં કોંગ્રેસે બહુમતી મેળવી હતી
2015માં યોજાયેલી ચૂંટણીમાં 9 તાલુકા પંચાયતમાં કોંગ્રેસે 122 અને ભાજપને 34 અને અપક્ષને 2 બેઠક મળી હતી. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને 27 અને ભાજપને 3 બેઠક મળી હતી. બાદમાં કેટલાક કોંગ્રેસનાં ઉમેદવાર ભાજપમાં જોડાયા હતાં.

વર્ષ 2015માં કેટલા ઉમેદવાર હતાં

પક્ષતા.પં.જિ.પં.
ભાજપ15830
કોંગ્રેસ15730
અપક્ષ9616
અન્ય4717

​​​​​​​

વર્ષ 2021માં કેટલા ઉમેદવાર છે

પક્ષતા.પં.જિ.પં.
ભાજપ15529
કોંગ્રેસ15028
આપ6415
અપક્ષ4910
અન્ય2510

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો