ફરિયાદ:દીકરીના છૂટાછેડા થયા છત્તાં જમાઇના પૈસાની માંગણી કરી મકાન પડાવી લીધું

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મધુરમના વિપ્ર સાથે માથાભારે શખ્સની આડોડાઇ
  • Dyspએ પોલીસની​​​​​​​ ભાષામાં સમજાવી ચાવી પરત અપાવી

દીકરીના છૂટાછેડા થઇ ગયા હોવા છત્તાં જમાઇના નાણાં કઢાવવા સસરાનું મકાન પડાવી લેવાનો કારસો થયો હતો. આ અંગેની રજૂઆત બાદ ડીવાયએસપીએ શખ્સને પોલીસની ભાષામાં સમજાવી વિપ્રને ચાવી પરત અપાવી હતી. આ અંગે મળતી વિગત મુજબ મધુરમમાં રહેતા અને પીડબલ્યુડીમાં સર્વિસ કરી રિટાર્યડ થયેલા સિનીયર સીટીઝન પ્રવિણભાઇ મણીશંકર જોષી અને મહેશભાઇ જોષીએ ડીવાયએસપીને મળી રજૂઆત કરી હતી. તેમાં જણાવ્યું હતું કે, નિવૃત્તિ બાદ મરણ મૂડીમાંથી મધુરમમાં મકાન લીધું હતું.

દરમિયાન પોતાની દિકરીના જેની સાથે લગ્ન કરેલા તે જમાઇ સાથે દોઢેક વર્ષથી છૂટાછેડા થયા હોય કોઇ સંબંધ ન હતો. જ્યારે જમાઇએ વિરમભાઇ બોરખતરીયા પાસેથી રૂપિયા લીધા હતા જે પરત ન કરતા વિરમભાઇ બોરખતરીયાએ ઉઘરાણી કરી મકાનને તાળું મારી કબ્જો કરી લીધો હતો અને નાણાં આપો તો જ મકાનનો કબ્જો આપવા ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...