તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામાનું ઉલ્લંઘન:સોમનાથના દરિયાકિનારે પ્રવાસીઓનો ધસારો, પોલીસે અટકાવ્યા છતાં યાત્રિકો સમુદ્રમાં નાહવા પહોંચ્યા

વેરાવળ24 દિવસ પહેલા
  • જોખમી સમુદ્રમાં નાહવા અને દરિયાઈની મોજ માણવા પ્રવાસીઓ ગાંડતૂર બન્યા
  • લોકોને દરિયામાં જતાં અટકાવવામાં સુરક્ષાકર્મીઓ નિષ્ફળ
  • કલેક્ટરના જાહેરનામાનું છડેચોક ઉલ્લંઘન થયું

રાજ્યભરમાં આજે જન્માષ્ટમીની ઉજવણી કરાઈ રહી છે. શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર અને જન્માષ્ટમીનો આજે અનોખો સંયોગ છે. ત્યારે સોમનાથ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છો, જેમાં કાયદો વ્યવસ્થા જાળવવાનું તંત્ર માટે ભારે પડી રહ્યું એમ લાગી રહ્યું છે. પ્રતિબંધ હોવા છતાં સોમનાથ મંદિરના દરિયાકિનારે- ચોપાટી પર યાત્રિકોનો મોટો પ્રવાહ ઊમટી રહ્યો છે. પોલીસ પ્રવાસીઓને અટકાવી રહી છે, પરંતુ તટ લાંબો હોવાથી લોકોને દરિયામાં જતાં અટકાવવામાં સુરક્ષાકર્મીઓ નિષ્ફળ થઈ રહ્યા છે.

વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શનને કારણે દેશભરમાંથી ભાવિકોનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. આજે શ્રાવણ માસનો સોમવાર છે, તો સાથોસાથ જન્માષ્ટમી પણ છે ત્યારે ભાવિકોનો ઉત્સાહ બેવડાયો છે. જોકે કલેક્ટરના જાહેરનામાનાનું છડેચોક ઉલ્લંઘન થયું છે.

સોમનાથના જોખમી સમુદ્રમાં અગાઉ અનેક માનવ જીવ તણાઈ ચૂક્યા છે, જેથી કલેક્ટર દ્વારા સમુદ્રમાં નાહવા કે પગ બોળવા જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. જોકે આજે એનુ છડેચોક ઉલ્લંઘન થઇ રહ્યું છે. જોખમી સમુદ્રમાં નાહવા અને એની મોજ માણવા પ્રવાસીઓ ગાંડાતૂર બન્યા છે. સમુદ્ર પર લોકોને દરિયામાં જતાં અટકાવવામાં સુરક્ષાકર્મીઓ નિષ્ફળ જઈ કહ્યા છે, કારણ કે તટ લાંબો હોવાથી સુરક્ષાકર્મીઓ બધી જગ્યે પહોંચી વળતા નથી.

વીકેએન્ડ અને જન્માષ્ટમીને કારણે ધાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળો પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. પવિત્ર શ્રાવણ માસના સોમવારે સોમનાથ મંદિર ખાતે શ્રદ્ધાળુઓનો સમુંદર ઊમટ્યો હતો. આજે શ્રાવણનો સોમવારની સાથે જન્માષ્ટમી પણ હોઈ કૃષ્ણ અને શિવભક્તોનો ઉત્સાહ બેવડાયો હતો. ભોળાનાથ સોમનાથ દાદાને રીઝવવા દર્શનાર્થીઓએ લાઇન લગાવી હતી. ગત સોમવારની સરખામણીએ આજે ભાવિકોની સંખ્યા બેવડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...