ક્રાઇમ:30,000ના 1,25,000 ચૂકવ્યા છત્તાં વ્યાજખોરે 1,50,000 માગ્યા !!

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ વિસ્તારના એક યુવાને મધુરમના એક વ્યક્તિ પાસેથી 30,000 વ્યાજે લીધા હતા. 2.5 વર્ષ સુધી માસિક 3,000 લેખે વ્યાજ પેટે 90,000 ચૂકવ્યા હતા.બાદમાં વ્યાજને પહોંચી શકાય તેમ ન હોય વ્યાજખોર દ્વારા પેનલ્ટિ નક્કી કરાઇ હતી. યુવકે પત્નિની સોનાની બુટીઓ આપી દીધી હતી. આમ, યુવાને 30,000 સામે 1,25,000 ચૂકવ્યા છત્તાં વ્યાજખોરે પેનલ્ટિ અને વ્યાજના 1,50,000 ચડાવી ઉઘરાણી શરૂ કરી હતી. બાદમાં આ મામલે યુવકના ઘરે તેમજ નોકરીના સ્થળે જઇ હેરાન કરવાનું શરૂ કરાયું હતું.

આખરે યુવકે આ અંગે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને આપવિતી વર્ણવી હતી. બાદમાં પોલીસે વ્યાજખોરને બોલાવી પોલીસની ભાષામાં કાયદાનું જ્ઞાન પિરસતા વ્યાજખોરે, હવે પોતાને કંઇ લેવાનું રહેતું નથી તેવી કબુલાત આપી સોનાના બુટીયા પણ પરત કરી ગયો હતો. તેમડિવાએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...