• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Despite Minister Arvind Rayani Taking Responsibility For Vigilance, Blatant Violation Of Covid Guideline In Marathon Race In Veraval

સાંસદની હાજરીમાં નિયમોનાં ધજાગરા:વેરાવળમાં મેરેથોન દોડમાં 1800 લોકો જીવના જોખમે દોડ્યા, આયોજક સામે ગુનો નોંધાયો

ગીર-સોમનાથ5 મહિનો પહેલા
સાંસદની હાજરીમાં જ નિયમોના ધજાગરા ઊડ્યા.
  • સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા, બાળકો-યુવાનોમાંથી મોટા ભાગનાએ માસ્ક પહેર્યાં નહોતાં
  • બેજવાબદાર તંત્ર અને આયોજકો સામે કાર્યવાહી કરવા સ્થાનિકોમાં માગ ઊઠી

રાજ્યભરમાં કોરોનાની પરિસ્થિતિ વણસી રહી છે. કોરોના અને ઓમિક્રોનના કેસનો આંકડો દરરોજ વધી રહ્યો છે, ત્યારે ભાજપના પદાધિકારીઓએ વધુ એક વખત કોરોના ગાઇડલાઇન્સના સરેઆમ ધજાગરા ઉડાડ્યા છે. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે વેરાવળમાં ભારત વિકાસ પરિસદ દ્વારા મેરેથોન દોડ યોજવામાં આવી હતી. હજારો સ્પર્ધકો અને નાગરિકોનાં ટોળાં ઊમટ્યાં હતાં. કોવિડની ગાઈડલાઇન્સના લીરેલીરા ઊડ્યા હતા. આ મેરેથોનને લીલી ઝંડી સાંસદ રાજેશ ચૂડાસમા, જિલ્લા ભાજપ-પ્રમુખ માનસિંગ પરમાર, નગરપાલિકા પ્રમુખ પીયૂષ ફોફડી સહિતના રાજકીય પદાધિકારીઓએ આપી હતી. એમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઊડ્યા હતા. જોકે મોડે મોડે આયોજન બાબતે આયોજક સંસ્થા ભારત વિકાસ પરિષદના કલ્પેશ શાહ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સાંસદ રાજેશ ચૂડાસમાની હાજરીમાં જ નિયમોના ધજાગરા
આ મેરેથોન દોડમાં ભાજપના સાંસદ રાજેશ ચૂડાસમાની હાજરીમાં કોવિડ નિયમોના ધજાગરા ઊડ્યા હતા. માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ વિના કોવિડ નિયમોના ધજાગરા ઊડ્યા હતા. ત્યારે લોકોના મનમાં ભાજપના જ જવાબદાર પદાધિકારી-નેતાઓએ નિયમોનું ઉલ્લંઘ કરે છે, જેને લઇ ઘણા સવાલો ઊઠી રહ્યા છે. આ સાથે સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર મૂકપ્રેક્ષકની ભૂમિકામાં રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હજારોની સંખ્યામાં ભીડ એકઠી થઈ.
હજારોની સંખ્યામાં ભીડ એકઠી થઈ.

પોલીસે મંજૂરી ન આપી હોવા છતાં દોડનું આયોજન થયું
વેરાવળમાં મેરેથોન દોડમાં કોવિડ ગાઈડલાઈન્સના ધજાગરા ઉડતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. આ મામલે એએસપી ઓમપ્રકાશ જાટે જણાવેલ કે, મેરેથોનનું આયોજન કરનાર ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા મંજૂરી માંગવામાં આવેલ જે આપવામાં આવી ન હતી. હાલ આ મામલે એફઆઈઆર નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કોરોનાને લીલીઝંડી?
કોરોનાને લીલીઝંડી?

ઉચ્ચ સરકારી અધિકારીઓના રહેઠાણ નજીક જ આયોજન
અત્રે નોંધનીય છે કે, મેરેથોનનો કાર્યક્રમ સવારે 6 થી 10 સુધી વેરાવળ ચોપાટી ખાતે યોજાયેલ જેમાં કોવિડની ગાઈડલાઈનના સરેઆમ ધજાગરા ઉડ્યા હતા. જેમાં આયોજકો, સ્પર્ધકો સહિત તમામએ ગીતો પર નાચ ગાન કરી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા હતા. આ બધુ ચોપાટી પર આવેલ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા, એએસપી અને ડીડીઓના સરકારી બંગલાઓની સામે જાહેરમાં જ થતા સવાલો ઉઠ્યા છે.

ધર્મેશ રાજપરા, પ્રમુખ, ભારત વિકાસ પરિષદ
ધર્મેશ રાજપરા, પ્રમુખ, ભારત વિકાસ પરિષદ

માધ્યમોમાં સવાલો ઉઠતા પોલીસની ઊંઘ ઊડી
વેરાવળમાં મેરાથોન દોડ યોજવા માટે ભારત વિકાસ પરિષદને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી. તેમ છતાં સંસ્થાને કોવિડનો કે સરકારી કાયદાનો ડર જ ના હોય તે રીતે દોડનું આયોજન કર્યું હતું. વેરાવળના જાહેર રસ્તાઓ પર ચાર કલાક સુધી તમાશો ચાલતો રહ્યો તેમ છતાં પોલીસ અને તંત્ર મૂકપ્રેક્ષક બની રહ્યું. જો કે, સમગ્ર મામલાને લઈ માધ્યમોમાં સવાલ ઉઠતા જ પોલીસ દોડતી થઈ હતી અને દોડના આયોજક સામે ગુનો નોંધ્યો હતો. દોડના આયોજન બાબતે આયોજક સંસ્થા ભારત વિકાસ પરિષદના કલ્પેશ શાહ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

આયોજકની સાથે સ્પર્ધકો પણ નિયમોનું પાલન ભૂલ્યા
આયોજકની સાથે સ્પર્ધકો પણ નિયમોનું પાલન ભૂલ્યા

કલેક્ટરે ફોન ઉપાડવાનું ટાળ્યું
આ દોડમાં એક હજારથી વધુ જોડાયેલાં બાળકો-યુવાનોમાંથી મોટા ભાગનાએ માસ્ક પહેર્યાં નહોતાં. આવા સંજોગોમાં ગીર-સોમનાથના કલેક્ટર આર.જી ગોહિલે આ રેલીને કયા સંજોગોમાં મંજૂરી આપી અને સ્થાનિકોના જીવ જોખમમાં મૂક્યા છે? આ બેજવાબદાર તંત્ર અને આયોજકો સામે કોવિડના નિયમોનો ભંગ કરવા અંગે કાર્યવાહી કરવા સ્થાનિકોમાં માંગ ઊઠી છે. આ અંગે દિવ્ય ભાસ્કરે જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કલેક્ટરએ ફોન રિસીવ કરવાનુ ટાળ્યું હતું.

ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ.
ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ.

મંત્રીની જવાબદારી ક્યાં ગઇ?
રાજ્યકક્ષાના ટ્રાન્સપોર્ટ અને ટૂરિઝમમંત્રી અરવિંદ રૈયાણીએ આ રેલી યોજાતાં પહેલાં સમીક્ષા કરી હતી. ત્યારે મીડિયાએ મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થાય તો શું તકેદારી રાખવી એ અંગે પૂછતાં જવાબદાર મંત્રીએ જવાબદારીપૂર્વક જણાવ્યું હતું કે 'મારા ધ્યાન પર છે, હું જોઈ લઉં છું'.

આટલી ભીડમાં ભાગ્યે કોઈએ જ માસ્ક પહેરેલું હશે.
આટલી ભીડમાં ભાગ્યે કોઈએ જ માસ્ક પહેરેલું હશે.

દોડ પૂર્ણ થયા બાદ પણ સ્પર્ધકોએ સેલિબ્રેશન કર્યું
વેરાવળમાં મેરેથોન દોડના આયોજન દરમિયાન નિયમોના ધજાગરા ઉડતા ચાલુ સ્પર્ધાએ જ સવાલો ઉઠ્યા હતા. તેમ છતાં દોડના આયોજકોને કોઈનો ડર જ ના હોય તે રીતે દોડ પૂર્ણ થયા બાદ ચોપાટી પર સેલિબ્રેશનનો એક કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં સ્પર્ધકો ગીત સંગીતના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા.

દોડ પૂર્ણ થયા બાદ સ્પર્ધકોએ નાચગાન સાથે સેલિબ્રેશન કર્યું
દોડ પૂર્ણ થયા બાદ સ્પર્ધકોએ નાચગાન સાથે સેલિબ્રેશન કર્યું

​​​​​​ ​

અન્ય સમાચારો પણ છે...