તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવજ:ગિરના સિંહોની દુર્દશા અંગે અનેક રજૂઆત છત્તાં સરકાર નિષ્ક્રિય !!

જૂનાગઢ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સિંહોના વધુ મોત, ઘટતું જતું વજન, વધતી પજવણી
 • ડે. સીએમ, વનમંત્રી બાદ હવે મુખ્યમંત્રીને રજૂઆત

ગિરના સિંહોની દુર્દશાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સિંહોના મોત, ઘટતું જતું વજન અને વધતી જતી પજવણી અંગે અનેક વખત ધ્યાન દોરવા છત્તાં સરકારની નિષ્ક્રિયાથી સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

અકાળે મોતને પણ કુદરતી મોતમાં ખપાવી દેવામાં આવે છે
આ અંગે ખમ્મા ગિરને સંસ્થાના નરેન્દ્ર મોજીદ્રાએ આક્ષેપ સાથે જણાવ્યું છે કે, છેલ્લા 3 - 4 વર્ષથી સિંહઓના મરણનું પ્રમાણ વધી ગયું છે. જોકે, અનેક સિંહોના ખાસ કરીને પાઠડા અને બચ્ચાના મોતના સાચા આંકડા રેકોર્ડ પર આવતા જ નથી. મેં સામાન્ય ગિરના રહેવાસીઓ તેમજ કેટલાક વનખાતાના અધિકારીઓ પાસેથી સિંહોની દુર્દશા અને વ્યથા સાંભળી છે જેને કેમેરામાં કેદ કરી છે. 160 થી 190 કિલોનું વજન ધરાવતો સિંહ હવે ઘટીને 120 થી 140 કિલોનો રહી ગયો છે. અકાળે મોતને પણ કુદરતી મોતમાં ખપાવી દેવામાં આવે છે. સિંહોની પજવણી પણ વધી ગઇ છે. જોકે, એમાંપણ જો વિડીયો વાઇરલ થાય તો તંત્રના ધ્યાને આવે છે. ત્યારે આ મામલે ડોક્યુમેન્ટરી બનાવી તેમાં સમગ્ર ચિતાર રજૂ કર્યો છે. આ મામલે ડે.સીએમ, વનમંત્રી વગેરેને અગાઉ રજૂઆત કરી છે છત્તાં કોઇ નિષ્કર્ષ ન નિકળતા હવે સીએમને રજૂઆત કરી આ મામલે યોગ્ય કરવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો