તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેરણાદાયી કાર્ય:કોરોનાગ્રસ્ત હોવા છત્તાં વિદ્યાર્થીનીઓને 3 દિવસ ઓનલાઇન યોગ શિક્ષણ આપ્યું

જૂનાગઢ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કૂલના શિક્ષિકાનું પ્રેરણાદાયી કાર્ય
 • અજમાં, સૂંઠ, હળદર અને ગિલોઇના પ્રયોગથી 4 દિમાં કોરોના મુક્ત બન્યા

જૂનાગઢની ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલના શિક્ષિકાએ કોરોનાગસ્ત હોવા છત્તાં 3દિવસ સુધી વિદ્યાર્થીનીઓને ઓનલાઇન યોગ શિક્ષણ આપ્યું હતું. એટલું જ નહિ અજમાં, સૂંઠ, હળદર અને ગિલોઇના પ્રયોગથી માત્ર 4 દિમાં કોરોનામુક્ત બન્યા છે. શહેરની ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કૂલના શિક્ષિકા ડો. ખુશ્બુબેન ગરાળા કોરોનાગ્રસ્ત બન્યા હતા. એ જ દિવસોમાં તમેના સસરાનું પણ અવસાન થયું હતું. ત્યારે પોતાની શારીરીક અને માનસિક તણાવની સ્થિતીમાં પણ પોતાની વિદ્યાર્થીનીઓનો વિચાર કરી 3 દિવસ સુધી ઓનલાઇન વર્કશોપ કર્યો હતો.

આ વર્કશોપમાં કોરોનાથી બચવા નિયમીત દિનચર્યા, કસરત, ખોરાક, તકેદારી, કોરોનામાં લાભદાયી યોગ, આસન અને પ્રાણાયમની જાણકારી આપી હતી. વર્કશોપમાં યોગકોચ ચેતનાબેન ગજેરા, રેકીમાસ્ટર મમતાદીદી પણ જોડાયા હતા. જ્યારે શાળાના આચાર્ય મનિષાબેન હિંગરાજીયાએ વેક્સિનેશન અંગે જાણકારી આપી હતી. દરમિયાન ડો. ખુશ્બુબેન ગરાળાએ અજમાં, સૂંઠ, હળદર અને ગિલોઇના પ્રયોગથી માત્ર 4 દિવસમાં કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો