શ્રીમદ્દ ભાગવત સપ્તાહ યોજાઇ:ભાગવત કથામાં કૃષ્ણની બાળલીલાનું વર્ણન

જૂનાગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન સ્વામિનારાયણેકહ્યું છે કે, મારા આશ્રિતોએ ભાગવતનો પંચમ અને દશમ સ્કંધ વાંચવો

જૂનાગઢ શહેરના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ સુવર્ણ શિખર મુખ્યમંદિરે સ્વ.ચેતનભાઇ મોહનભાઇ જાદવની પુણ્ય સ્મૃતિમાં જાદવ પરિવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ યોજાઇ રહી છે. વ્યાસપીઠ પરથી ભાવગત સપ્તાહના વક્તા નારાયણચરણદાસજીએ શનિવારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મહોત્સવને મનાવ્યો હતો. રવિવારે કથા દરમિયાન દશક સ્કંધમાં વર્ણવેલી કૃષ્ણની લીલાનું વર્ણન કર્યું હતું. યશોદાને કૃષ્ણ મળ્યા, જ્યારે કૃષ્ણને લઇને વાસુદેવ જાય છે ત્યારે સમુદ્ર, આકાશ, પાતાળ, દેવો, ગાંધર્વો, સૂર્ય, ચંદ્ર વગેરે તમામ ભગવાન શ્રીકૃષ્ણને જોવા માટે આતુર હોય છે તે પ્રસંગનું બખૂબી વર્ણન કર્યું હતું.

વાસુદેવ બાલ ગોપાલને યશોદા અને નંદબાવાને સોંપે છે. દશમ સ્કંધમાં ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલાનું વર્ણન છે. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે,મારા આશ્રિતોએ શ્રીમદ્દ ભાગવતજીનો પંચમ અને દશમ સ્કંધ જરૂરથી વાંચવો અથવા શ્રવણ કરવો.ભાગવત સપ્તાહના કાર્યક્રમને સફળ બનાવવા મોહનભાઇ જાદવ, ડો. શૈલેષભાઇ જાદવ, ઋષિલ જાદવ અને જાદવ પરિવારના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...