ડબલ એન્જિનની સરકારનો લાભ ક્યારે?:જૂનાગઢમાં ફોરેસ્ટના જડ કાયદાના કારણે વિકાસકામ ન થતા હોવાનો ડેપ્યુટી મેયરનો આક્ષેપ

જુનાગઢ19 દિવસ પહેલા
  • અંબાજી મંદિર પર કોઈ પણ પ્રકારની સુવિધા નથી કારણ કે વન વિભાગ મંજૂરી નથી આપી રહ્યું- ગિરીશ કોટેચા
  • વાઘેશ્વરી અને સુદર્શન તળાવના બ્યુટીફિકેશન માટે સરકારે 15 કરોડ ફાળવ્યા પણ વન વિભાગની હજી સુધી મંજૂરી નથી મળી

પ્રવાસનધામ જુનાગઢના તળાવ રળિયામણા અને સોહામણા બનાવવા માટે ગરવા ગિરનારના દરવાજા પાસેના વાઘેશ્વરી તળાવના ડ્યુટીફિકેશન અને નવીનીકરણ માટે 15 કરોડ રૂપિયા સરકાર તરફથી ફાળવવામાં આવ્યા છે. ત્યારે જુનાગઢ વન વિભાગ વિકાસના કામમાં અવળચંડાઇ કરી રહ્યું છે. સમય પહેલા જ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ વન વિભાગના અધિકારીનો ઉધડો લેતા વન વિભાગનો શ્વાસ અધ્ધર ચડી ગયો હતો .ત્યારે જંગલની બાબત આવે અને એમાં પણ જ્યારે વિકાસના કામની વાત આવે ત્યારે વન વિભાગની હંમેશા મનાઈ હોય છે. અને વન વિભાગ પાસે માત્ર એક જ જવાબ હોય છે કે અમે તમને મંજૂરી ના આપી શકીએ. પરંતુ આ વખતે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ એ આકરા શબ્દોમાં જાટકણી કાઢતા વિકાસ કાર્યોમાં અડચણ ન થવા સૂચના આપી હતી.

ગિરનાર ભવનાથ આવનારા યાત્રિકો સહેલાણીઓને આકર્ષક પર્યટન સ્થળની ભેટ મળે તેવા હેતુથી વાઘેશ્વરી તળાવની આસપાસ બાઉન્ડ્રી ,લેન્ડસ્કેપિંગ ગાર્ડન, સીટીંગ એરેન્જમેન્ટ, સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ત્યારે જૂનાગઢનું વન વિભાગની મંજૂરી ન મળતા પ્રોજેક્ટ પર રોક લાગી ગઈ છે. બીજી તરફ જુનાગઢ ભવનાથ ક્ષેત્રના ગિરનાર પર્વત પર અંબાજી મંદિર પર પ્રવાસીઓ માટે સુવિધા ઉભા કરવામાં પણ ફોરેસ્ટ વિભાગની મંજૂરીનો પ્રશ્ન નડતો હોવાનું સામે આવ્યું છે.

જુનાગઢ પ્રવાસન સ્થળ દિવસેને દિવસે જ્યારે વિકાસ પામી રહ્યું છે ત્યારે રોપવે બની ગયા ને વર્ષો વીત્યા પરંતુ ગિરનાર પર્વત પર અંબાજી મંદિર ખાતે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે પહેલા લોકો પગથિયા ચડી માં અંબાના દર્શન કરવા જતા હતા ત્યારે સરકારને આપેલ અમૂલ્ય ભેટ રોપ-વે મારફત લોકો આદ્યશક્તિ આરાધ્ય દેવીમાં અંબાના દર્શન કરવા જાય છે દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ અહીંના તંત્રને પણ ફિટકાર આપી જાય છે.

ના ટોયલેટ ની વ્યવસ્થા ના પાણીની વ્યવસ્થા ન તો દૂરથી આવેલ શ્રદ્ધાળુને રોકાવા માટેની કોઈપણ વ્યવસ્થા , રોપવે બન્યાને આટલા વર્ષો વિતવા છતાય લોકોને જંગલમાં શૌચક્રિયા માટે શું પડે છે.જ્યારે જૂનાગઢના જંગલ ખાતા વિશે જુનાગઢ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા એ જણાવ્યું હતું કે, વન વિભાગ પાસે જ્યારે કામ કરાવવાનો હોય છે ત્યારે રાજ્ય સરકારની મંજૂરી નથી આવતી તે મંજૂરી કેન્દ્ર સરકારની માંગવી પડે છે. જુનાગઢ મહાનગરપાલિકા સુવિધા માટે ગ્રાન્ટ ફાળવવા તૈયાર છે પરંતુ જ્યાં સુધી વન વિભાગની મંજૂરી ન મળે ત્યાં સુધી કામ ન થઈ શકે.વન વિભાગના જડ કાયદા છે જે પ્રમાણે સ્વભાવ છે એ પ્રમાણે જ વન વિભાગના કાયદા છે વન વિભાગ એ પણ પોઝિટિવ વિચારી લોકોના હિતાર્થે કામ કરવા જોઈએ. સામાન્યમાં સામાન્ય કામ જૂનાગઢ મહાનગરપાલિકાએ કરવું હોય તો પણ જંગલ વિસ્તારમાં કરી નથી શકતા. વન વિભાગ કહ્યું હતું નાનો મોટો સહકાર આપો તો પણ લોકોના વિકાસના કામો થઈ શકે ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...