શેરી ગરબીઓની જમાવટ:જૂનાગઢ અને વેરાવળમાં શેરી ગરબીઓમાં જમાવટ, બાળા-દિકરીઓએ પરંપરાગત પહેરવેશમાં સજી ધજી માતાજીની આરધાન કરી

જૂનાગઢ9 દિવસ પહેલા
  • બંન્ને જિલ્લા મથકોના જુદા જુદા વિસ્તારોમાં શેરી ગરબીઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની

જૂનાગઢ મહાનગરમાં શેરી ગરબાઓમાં પરંપરાગત વેશભૂષા પહેરી ગરબે ઘૂમતી બાળાઓનો રાસ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયુ છે. ત્યારે નવરાત્રિના પ્રારંભથી જ જૂનાગઢ શહેરના ભુતનાથ વિસ્તારમાં આવેલ સોસાયટીમાં શેરી ગરબાની રંગત જામી જોવા મળી રહી છે. જેમાં આ વખતે પ્રથમ વખત ગિરિકુંજ મહિલા મંડળ દ્વારા અનેરૂ આયોજન કરાયેલું છે. આ ગરબીમાં ખેલૈયાઓ પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ગરબા રમી રહ્યા છે. જ્યારે ચણીયા ચોળી પહેરી નાની બાળાઓ ગરબા રમી માતાજીની આરાધના કરતી જોવા મળે છે.

આ ગરબીમાં રમાઈ રહેલા પરંપરાગત ગરબા રાસ આસપાસના રહીશોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. આ શેરી ગરબાએ ભૂતકાળમાં પ્રાચીન ગરબીઓ જમાવટના દિવસો તાજા કરી દીધા હોવાનું સોસાયટી વાસીઓ જણાવી રહ્યા છે.

ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા માત્ર શેરી ગરબીઓને આયોજન કરવાની છૂટ આપી હોવાથી વેરાવળ સોમનાથમાં યોજાતી પ્રાચીન શેરી ગરબીઓમાં જમાવટ જોવા મળી રહી છે. શહેરમાં ડાભોર રોડ પરના સોસાયટી વિસ્તારમાં, 60 ફૂટ રોડ, અંબાજી મંદિરના પટાંગણમાં, ઘનશ્યામ પ્લોટ, ખારવાવાડ, વખરીયા બજાર, દોલતપ્રેસ, રેયોન હાઉસીંગ સહિતના જુદા જુદા વિસ્તારોમાં પ્રાચીન ગરબીઓ યોજાઈ રહી છે. જેમાં મોટી સંખ્યામાં બાળાઓ ચણીયા ચોળી પહેરી તૈયાર થઈ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતી જોવા મળે છે. તો વર્ષે સરકારની ગાઈડલાઈનના લીધે પ્રાચીન ગરબીઓની જમાવટ ફરી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...