આયોજન:જૂનાગઢ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ડીઇઓનું સન્માન કરાયું

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળાથી 1 થી 1.5 કિમીમાં પરીક્ષા કેન્દ્ર ગોઠવી છાત્રો, વાલીઓને રાહત આપી હતી

જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયે તેમની ફરજના સવા વર્ષ દરમિયાન અનેકવિધ સારી પ્રવૃત્તિ કરી છે જેથી છાત્રો અને વાલીઓને પણ રાહત મળી છે. ત્યારે જૂનાગઢ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ડીઇઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ જી.પી.કાઠીએ જણાવ્યું હતું કે, ડીઇઓએ રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે જૂનાગઢને આગવું સ્થાન અપાવ્યું છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા દરમિયાન શાળાથી માત્ર 1 થી 1.5 કિમી વિસ્તારમાંજ પરીક્ષા કેન્દ્ર ગોઠવી આપ્યું હતું જેથી વિદ્યાર્થીઓના સમય અને નાણાંની બચત થઇ હતી સાથે વાલીઓને પણ પણ મોટી રાહત થઇ હતી. આ તકે કે.ડી પંડયા, ગિજુભાઇ ભરાડ, ચેતનભાઇ શાહ, રમેશભાઇ જાવિયા, નરેશભાઇ ખીમાણી, માતંગભાઇ પુરોહિત વગેરેએ ઉપસ્થિત રહી ડીઇઓ આર.એસ.ઉપાધ્યાયનું સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...