બેંક સત્તાધિશો બેધ્યાન:સાસણમાં દેનાબેંક,બેંક ઓફ બરોડાના એટીએમમાં નાણાં ન મળતાં લોકો હેરાન

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્યાં દરરોજ પ્રવાસીઓની અવર-જવર જોવા મળે છે છતાં બેંક સત્તાધિશો બેધ્યાન

સાસણગીરમાં સિંહ દર્શન માટે બહારથી પ્રવાસીઓ આવતાં હોય છે .પરંતુ અહિયાં એટીએમમાં નાણાં ન નીકળતા હોવાની ફરિયાદો ઉઠી છે. આ અંગેની મળતી વિગત મુજબ,તાલાલા પાસેના સાસણગીર સહિતના વિસ્તારોમાં પ્રવાસીઓની દરરોજ અવર-જવર જોવા મળતી હોય છે.પરંતુ અહીંયા આવેલા દેના બેંક,બેંક ઓફ બરોડાના એટીએમમાં નાણાં ઉપાડવા માટે પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકો જતા હોય છે.પરંતુ આ એટીએમ મોટા ભાગે બંધ હોય છે.જેથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યોં છે.જ્યારે સ્થાનિક લોકોને તો ના છૂટકે બેંક પર જવું પડી રહ્યું છે જ્યાં પણ અમુક દિવસોમાં ટ્રાફિક હોય હેરાન થઈ રહ્યાં છે.બેંક સત્તાધીશો દ્રારા આ એટીએમ નિયમિત શરૂ રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.હવે જોવું રહ્યું આ પ્રશ્નનો હલ કરવામાં આવે છે કે નહીં.

અન્ય સમાચારો પણ છે...