પ્રદર્શન:કૃષિ, બાગાયત, પશુપાલનમાં નવીનતમ ટેકનોલોજીનું પ્રદર્શન

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 19 થી 21 નવેમ્બર કૃષિ યુનિ.માં ગુજરાત એગ્રી એક્ષ્પો
  • ​​​​​​​પ્રગતિશીલ ખેડૂતોનું કરાશે સન્માન,તજજ્ઞો આપશે વકતવ્ય

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 19 થી 21 નવેમ્બર દરમિયાન એગ્રી ગુજરાત એક્ષ્પો 2021 યોજાશે. કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહમાં યોજાનાર આ કાર્યક્રમને 19 નવેમ્બરે મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે ખુલ્લો મુકાશે. આ તકે મેયર ધીરૂભાઇ ગોહેલની પણ ઉપસ્થિતી રહેશે અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવશે. એક્ષ્પોમાં કૃષિ, બાગાયત, કૃષિ ઇજનેરી, પશુપાલન, મત્સ્ય વિજ્ઞાન તેમજ સલંગ્ન વિષયની આધુનિક ટેકનોલોજીનું પ્રદર્શન અને નવીનતમ સાધનો, મશીનરીનું નિદર્શન અને પ્રદર્શન તેમજ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાશે.

સાથે પ્રાકૃતિક ખેતી, વિવિધ પાકોમાં મુલ્યવિધી, સરકારી, અર્ધ સરકારી, સહકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓની યોજનાની માહિતીનું આદાન પ્રદાન થશે. 19 નવેમ્બરે વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર પ્રેઝન્ટેશન, 20 નવેમ્બર કૃષિ વૈજ્ઞાનિકો અને તજજ્ઞોના વકતવ્ય અને 21 નવેમ્બરે નવીનતમ ટેકનોલોજી અંગે પ્રગતિશીલ ખેડૂતો, ઇનોવેટીવ ફોર્મર્સના વકતવ્ય આપશે તેમ કુલપતિ પ્રો. ડો.નરેન્દ્રકુમાર ગોટીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એચ.એમ. ગાજીપરાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...