તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:હોસ્પિટલ, ડોકટર, નર્સો પર થતા હુમલામાં કડક કાર્યવાહી કરવા માંગ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બચાવનારને બચાવો: ડોકટરોનો કાળી પટ્ટી, કાળા માસ્ક સાથે વિરોધ
  • ઇન્ડિયન મેડીકલ એસો. જૂનાગઢ દ્વારા સાંસદને રજૂઆત

જૂનાગઢમાં 18 જૂન નેશનલ પ્રોટેસ્ટ ડે નિમિત્તે આઇએમએની વડી શાખા નવી દિલ્હીના માર્ગદર્શન હેઠળ તમામ ડોકટરોએ કાળી પટ્ટી, કાળા માસ્ક ધારણ કરી ડોકટરો પર થતા હુમલા મામલે વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે ઇન્ડીયન મેડીકલ એસોસિએશન, જૂનાગઢના સેક્રેટરી ડો. સંજીવ જાવીયાએ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને સંબોધીને એક આવેદન આપ્યું છે.

આવેદનમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલ અને ડોકટરો, નર્સો પર થતા હુમલા અટકાવી આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઇએ. લોકોને બચાવનારને બચાવવાની ખાસ જરૂર છે. રાજ્ય સરકારે આરોગ્ય કર્મીની સલામતી સુનિશ્ચિત કરવી જોઇએ. આ મામલે દેશના વડાપ્રધાનને પણ આવેદન મોકલાયું છે. આ તકે અગ્રણી તબીબોની પણ ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...