તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • Demands For Holding Lok Durbar In The City To Take Complaints From Defiant People, Attacks On Police From The General Public Have Increased

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:માથાભારે લોકોની ફરિયાદ લેવા શહેરમાં લોક દરબાર યોજવા માંગ, સામાન્ય જનથી લઇ પોલીસ ઉપર હુમલા વધ્યા છે

જૂનાગઢ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢ મહાનગરમાં થોડા સમયથી માથભારે તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. સામાન્ય જનથી લઇને પોલીસ ઉપર પણ હુમલા થયા છે. બુટલેગરો, વ્યાજખોરો, રોમીયોગિરી કરનાર,ગુંડાગીરી કરનાર વગેરેનો ત્રાસ પણ અસહ્ય થઇ રહ્યો છે. ત્યારે આવા માથાભારે તત્વો સામે લોકો ફરિયાદ કરી શકે તે માટે લોક દરબાર યોજવાની માંગ ઉઠી રહી છે. આ અંગે જિલ્લા પંચાયતના સદસ્ય કાન્તીભાઇ બોરડે જણાવ્યું છે કે,

શહેરમાં ગંભીર પ્રકારના ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે આવી સ્થિતીમાં પોલીસ કમિશ્નરની પોસ્ટ ઉભી કરી તેમના માર્ગદર્શન હેઠળ નીડર અધિકારીની ટીમ કાર્યરત કરવાની જરૂર છે જેથી માથાભારે લોકોની શાન ઠેકાણે આવે. આવા તત્વો સામે લોકો સહેલાઇથી અને નિડરતાથી ફરિયાદ કરી શકે તે માટે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને શહેરમાં લોક દરબાર યોજવાની માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો