તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:વેરાવળ- બાંદ્રા ટ્રેનનો કેશોદ રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપવા માંગણી કરી

કેશોદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા લેખિતમાં રજૂઆત કરી આંદોલનની ચીમકી આપી

પશ્ચિમ રેલવે દ્વારા આગામી તારીખ 23મી ફેબ્રુઆરી થી ટ્રેન નં 09218 વેરાવળ બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે ત્યારે કેશોદ રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપવામાં ન આવતાં વિરોધ ઉઠ્યો છે. પશ્ર્ચિમ રેલવે જનરલ મેનેજર મુંબઈ અને ડિવિઝનલ મેનેજર ભાવનગરને કેશોદ હિતરક્ષક સમિતિનાં કન્વીનર રાજુભાઈ પંડ્યા એ લેખિતમાં રજૂઆત કરી ટ્રેન નં 09218 વેરાવળ બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન ને કેશોદ રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપવા માંગણી કરી છે.

વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગર ડિવિઝન હેઠળ નાં કેશોદ રેલ્વે સ્ટેશન આવકની દ્રષ્ટિએ સૌથી વધારે છે ઉપરાંત કેશોદ, વંથલી, માંગરોળ, મેંદરડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારના મુસાફરો માટે સુવિધાસભર ટ્રેન છે. જેથી કેશોદ રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપવાથી વધુ પ્રમાણમાં મુસાફરો ટ્રેન માં મુસાફરી કરી શકશે. કેશોદ હિતરક્ષક સમિતિનાં કન્વીનર રાજુભાઈ પંડ્યા એ અંતમાં ચિમકી ઉચ્ચારી જણાવ્યું છે કે રેલ્વે અધિકારીઓ દ્વારા ટ્રેન નં 09218 વેરાવળ બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન ને કેશોદ રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપવામાં આવશે નહીં તો આંદોલન શરૂ કરવામાં આવશે. પોરબંદરનાં સાંસદ અને કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમને પણ લેખિતમાં રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો