રજૂઆત:ગીર સોમનાથમાં જીઆરડી- એસઆરડીની ભરતીમાં પારદર્શકતા લાવવા માંગણી કરાઈ

વેરાવળ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
આવેદનપત્ર આપનાર યુવાનો - Divya Bhaskar
આવેદનપત્ર આપનાર યુવાનો
  • ગ્રામીણ યુવાનો ફોર્મ ન ભરી શકે એવી કાર્યરીતિને લઈ યુવાનોમાં રોષ
  • યુવાનોએ પોલીસવડાને આવેદનપત્ર પાઠવી માંગણી કરવાની સાથે આંદોલન છેડવા ચીમકી આપી

ગીર સોમનાથ જિલ્લામાં જીઆરડી અને એસઆરડીના જવાનોની ભરતીમાં પારદર્શકતા લાવીને સરકારી પરીપત્રનું પાલન કરાવવા અંગે યુવાનો દ્વારા પોલીસવડાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

ગીર સોમનાથના યુવાનો દ્વારા આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, રાજ્યના તમામ જિલ્લામાં ગ્રામ રક્ષક દળ તથા સમુદ્ર રક્ષક દળની ભરતી કરવાનો આદેશ થયેલ છે. જેની અંદર સ્પષ્ટ જણાવેલ હોય કે આ ભરતી પ્રક્રિયાની બહોળી પ્રસિદ્ધિ સ્થાનિક અખબાર, જાહેર સ્થળોના નોટિસ બોર્ડ, પોલીસ સ્ટેશનના નોટિસ બોર્ડ તથા પોલીસ સ્ટેશનના અધિકારી કે કર્મચારીઓ મારફત ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી પહોંચાડવાની રહશે. પરંતુ આજદિન સુધી આમાંનું કંઈપણ પાલન ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું નથી. ઉલ્ટાનું એવું જાણવા મળ્યું છે કે 2020 માં જેમના ફોર્મ ભરાયા તેમને નૌકરી પર બોલાવવામાં આવશે.

જો આવું થાય તો ખરેખર યુવાનો સાથે અન્યાય થયો ગણાશે. કારણ કે કોઈપણ ભરતીના નોટિફિકેશન બાદ ઉમેદવારોને ફોર્મ ભરવાની તક મળવી જોઈએ. આ મુદ્દાને લઈ 40 જેટલાં યુવાનોએ જણાવેલ કે, જીઆરડી જેવી સામાન્ય પોસ્ટની અંદર ઓછું ભણેલા લોકોને નૌકરી મળવાનો ચાન્સ હોય છે. જો આ હક્ક પણ એમની પાસેથી છીનવી લેવામાં આવે તો તે લોકો ક્યાં જશે. જેથી ગીર સોમનાથ જિલ્લામાં આ ભરતી પારદર્શક રીતે કરવામાં આવે તેવી માંગણી છે. અને આ બાબતે યોગ્ય ન્યાય નહીં મળે તો આગળ ધરણા કરવાની પણ અંતમાં ચીમકી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...