રજૂઆત:ગાંધી ચોકનું મટન માર્કેટ સુખનાથ ચોકમાં ફેરવવા માંગ

જૂનાગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરની વચ્ચે હોવાથી લોકોને અવરોધરૂપ બને છે

શહેરના ગાંધીચોકમાં આવેલ મટન માર્કેટને સુખનાથ ચોકમાં ફેરવવા માંગ કરાઇ છે. આ અંગે ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય અને પૂર્વ કોર્પોરેટર વહાબભાઇ કુરેશીએ મનપાના કમિશ્નર, મેયર વગેરેને સંબોધીને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, ગાંધીચોકમાં આવેલ મટન માર્કેટ શહેરની વચોવચ આવેલું હોય અનેક લોકોને હાલાકી તેમજ અવરોધરૂપ બની રહ્યું છે.

ત્યારે આ મટન માર્કેટને સ્થળાંતર કરી સુખનાથ ચોક વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના બિનઉપયોગી ડેલામાં રાખવા માંગ છે. અહિં વિશાળ જગ્યા હોવાથી મટન માર્કેટ તેમજ સ્લોટર હાઉસ પણ બની શકે છે. પરિણામે બન્ને માટે અલગ અલગ જગ્યા પણ ફાળવવી નહિ પડે. ત્યારે આ બાબતે સત્વરે નિર્ણય લઇ મટન માર્કેટને ગાંધીચોકમાં ફેરવવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...