તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:સરકારી શાળામાં જ ભણી સીએમ, શિક્ષણ મંત્રી બન્યા છો ત્યારે સરકારી શાળાઓમાં પણ અંગ્રેજી માધ્યમ શરૂ કરવા માંગ

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંગ્રેજી માધ્યમની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે ત્યારે સરકારી શાળાઓ પણ અંગ્રેજી માધ્યમથી શરૂ કરવા માંગ કરાઇ છે.

આ અંગે આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ અતુલ શેખડાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મેઇલ મારફતે આવેદન પાઠવ્યું છે. આવેદનમાં જણાવાયું છે કે, આપ પણ સરકારી શાળાઓમાં જ અભ્યાસ કરી મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી બન્યા છો. ત્યારે હવે ટેકનોલોજીના યુગમાં સરકારી શાળાઓને અપગ્રેડ કરવાની, શાળાઓમાં અધ્યતન સુવિધા પૂરી પાડવાની તાતી જરૂરિયાત છે.

હાલ અંગ્રેજી માધ્યમની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે તે જ રીતે સરકારી શાળાઓ પણ અંગ્રેજી માધ્યમથી શરૂ કરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...