તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરતી કરવા માગ:રાજ્યમાં ઘો.6 થી 8માં વિઘાસહાયકની ભરતી વહેલી તકે કરવા માગણી, શિક્ષણમંત્રીને રજૂઆત કરાઈ

વેરાવળ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં 47 હજાર ઉમેદવારોએ ટેટ-2ની પરીક્ષ ત્રણ વર્ષ પૂર્વે પાસ કરી હોય ભરતીની રાહમાં હોય ભરતી જાહેર કરવા માગણી

આજથી ત્રણ વર્ષ પહેલા લેવાયેલ ટેટ-2ની પરીક્ષા પાસ કરેલા આશરે 47 હજાર જેટલા ઉમેદવારોની ધો.6 થી 8માં વિધાસહાયકની ભરતી વહેલીતકે કરવા બાબતે ગીર-સોમનાથ જિલ્લાના ઉમેદવારો દ્વારા શિક્ષણમંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરી વહેલાસરસર કાર્યવાહી કરવા માંગણી કરી છે.

ગીર-સોમનાથ જીલ્લાના ટેટ-2 ની પરીક્ષા પાસ કરનાર રામભાઇ ચાવડા સહીતના ઉમેદવારો દ્વારા ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રીને રૂબરૂ મળી લેખીત-મૌખીક રજૂઆત કરી જણાવેલ કે, વર્ષ 2017માં ટેટ-2ની પરીક્ષા લેવાયેલ હતી. જેમાં આશરે 47 હજાર જેટલા ઉમેદવારો પાસ થયેલ છે. જેની સામે છેલ્લા ચાર વર્ષમાં માત્ર એક વખત જ ભરતી થયેલ છે અને છેલ્લા ત્રણ વર્ષથી ઉમેદવારો ભરતીની રાહ જોઇ રહયા છે.

ટેટ-2ની પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો દ્વારા ધો.6 થી 8માં આશરે દસ હજાર તથા ભાષા, સામાજીક વિજ્ઞાનની ભરતીમાં છેલ્લા 10 વર્ષથી ઉમેદવારોને અન્યાય થઇ રહયો છે. સૌથી વધુ ભાષાના 21 હજાર, સામાજીક વિજ્ઞાનના 23 હજાર ઉમેદવારો ભરતીની રાહ જોઇ રહેલ છે. ધો.1 થી 5 તથા ધો.6 થી 8 નું મહેકમ અલગ થવાથી ભાષાને સામાજીક વિજ્ઞાનના ઉમેદવારો સાથે છેલ્લા દસ વર્ષથી અન્યાય થઇ રહેલ છે. આ બાબતે તુરંત કાર્યવાહી કરી તાત્કાલીક ભરતી જાહેર કરવામાં આવે તેવી માંગણી કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો