તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:એલઆરડી ભરતીમાં 2018-19નું વેઇટીંગ લીસ્ટ ઓપરેટ કરવા માંગ

જૂનાગઢ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સરકારનો ઠરાવ, ગૃહમંત્રીના નિર્ણયનું પાલન ક્યારે?
 • લોક રક્ષક દળના ઉમેદવારની જિલ્લા કલેકટરને રજૂઆત

એલઆરડી ભરતીમાં વર્ષ 2018-19નું વેઇટીંગ લીસ્ટ બહાર પાડવાની માંગ કરાઇ છે. આ મામલે જિલ્લા કલેકટરને સંબોધીને આવેદન અપાયું છે. આવેદનમાં લોક રક્ષક દળ ભરતીના ઉમેદવાર પ્રશાંત ફટાણીયાએ જણાવ્યું હતું કે, 6 ડિસેમ્બર 2019ના સરકાર દ્વારા ઠરાવ કરી 20 ટકા ઉમેદવારોનું વેઇટીંગ લીસ્ટ રાખવા જણાવાયું હતું.

આ ઉપરાંત ગૃહમંત્રીએ પણ જણાવ્યું હતું કે, દરેક વર્ગ 3ની ભરતીમાં 20 ટકાની પ્રતિક્ષા યાદી બનાવવામાં આવશે. ત્યારે લોક રક્ષક દળની ભરતીમાં 1 વર્ષ કરતા વધુ સમય વિતી ગયો હોવા છત્તાં આજદિન સુધી વેઇટીંગ લીસ્ટ જાહેર કરવામાં આવેલ નથી. ત્યારે ગૃહમંત્રીના નિર્ણય અને સરકારના ઠરાવનું પાલન કરી વેઇટીંગ લીસ્ટ બહાર પાડવામાં આવે તેવી લોક રક્ષક દળની ભરતીના ઉમેદવારોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો