તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:વેરાવળ શહેરમાં આધારકાર્ડ કેંદ્રની સંખ્યા વધારવા માગ, કૉંગ્રેસના નગરસેવકે કલેકટરને રજૂઆત કરી

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડ નંબર 5,6 અને 10માં નવું કેંદ્ર શરૂ કરવાની માગ

વેરાવળ શહેરમાં આધારકેંદ્રોની સંખ્યામાં વધારો કરવાની માગ કરવામા આવી છે. કૉંગ્રેસના કોર્પોરેટર તરફથી કલેકટરને આવેદનપત્ર પાઠવી શહેરના વોર્ડ નંબર 5,6 અને 10માં નવું આધારકેંદ્ર શરૂ કરવાની માગ કરવામા આવી છે.

વર્તમાન સમયમાં આધાર કાર્ડએ ખૂબ જરૂરી બનેલ છે. રોજબરોજના જીવનમાં આધાર કાર્ડ અનિવાર્ય બનેલ છે બાળકથી લઇ વૃધ્ધ સુધીના દરેક વ્યક્તિને આધાર કાર્ડની જરૂર પડે છે. આધાર કાર્ડ વગર લોકોને તકલીફ પડતી હોય અને તેનો સામનો કરે છે ત્યારે વેરાવળ શહેરની વસ્તી પ્રમાણે આધાર કાર્ડ માટેના કેન્દ્રો ઉપલબ્ધ નથી. વોર્ડ ન.5, 6 અને 10 માં લગભગ 40 હજાર થી વધુ લોકો વસવાટ કરે છે અને આ લોકો આધાર કાર્ડ માટે પરેશાન છે.

આંગણવાડી થી લઇ દવાખાના સુધીના કામોમાં આધાર કાર્ડની જરૂર પડે છે. હેલ્પ ટ્રસ્ટ હમેશા લોકસેવા માટે અગ્રેસર રહેતું ટ્રસ્ટ છે અને આ લોકો માટે આધાર કિટની વ્યવસ્થા આપવામાં આવે તો આ વિસ્તારોના રહેવાસીઓ માટે આધાર કાર્ડ બનાવવા દરેક રીતે મદદરૂપ બની શકીએ તેમ છે અને આધાર કાર્ડ ના કેમ્પનું યોગ્ય રીતે આયોજન થાય તે માટે જરૂરી જગ્યા અને સહકાર માટે સ્વંય સેવકો ની ટીમ છે અને આ કામ કરવા માટે કટિબદ્ધ રહેશે તેમજ માનવ સેવા અગ્રેસર રહેશે તેવું સંસ્થાના પ્રમુખ અફઝલ પંજા દ્વારા કલેકટર સહીતનાને કરાયેલ રજૂઆતમાં જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો