જૂનાગઢ વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ સ્ટાઇપેન્ડના મુદ્દે હડતાળ પર ઉતર્યા છે. તેઓની માંગ છે કે,ઇન્ટર્નશીપ સ્ટાઇપેન્ડ 4,200થી વધારીને 18,000 કરવામાં આવે. દરમિયાન હડતાળના પ્રથમ દિવસે(સોમવારે) સૂત્રોચ્ચાર કર્યા હતા અને બીજા દિવસે(મંગળવારે) કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે ત્રીજા દિવસ બુધવારે મોતીબાગ બીજા ગેઇટથી સવારે 9 વાગ્યે રેલી કાઢી કલેકટરને આવેદન અપાશે.
ખાસ કરીને છેલ્લા 5 વર્ષથી વેટરનરી કોલેજના ઇન્ટર્ન ડોકટરોના ઇન્ટર્નશીપ ભથ્થામાં વધારો કરાયો નથી. રાજસ્થાનમાં 21,000, ઉત્તર પ્રદેશમાં 23,500, બિહારમાં 15,000, પંજાબમાં 15,000 જ્યારે કેરળ અને કર્ણાટકમાં 20,000 સ્ટાઇપેન્ડ ચૂકવાય છે. જેની સરખામણીએ ગુજરાતમાં માત્ર 4,200 સ્ટાઇપેન્ડ આપવામાં આવતું હોય ભથ્થું વધારવા માટે ગાંધીચિંધ્યા માર્ગે હડતાળમાં ઉતર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.