તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ધરતીપુત્રોના ધિરાણની મુદ્દત એક વર્ષ માટે લંબાવવા માંગ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાથી યાર્ડ બંધ, તાઉતે વાવાઝોડાથી જણસ વેંચી ન શકયા
  • પાક ધિરાણ અને મુદ્દતી ધિરાણ બન્નેમાં સમય વધારો

ખેડૂતોના પાક ધિરાણ અને મુદ્દતી ધિરાણની મુદ્દત 1 વર્ષ માટે લંબાવી આપવા રજૂઆત કરાઇ છે. આ અંગે ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, 2021માં જ્યારે ખેડૂતોને શિયાળુ ઉપજ વેંચવાનો સમય આવ્યો ત્યારે કોરોનાના કારણે ભાવ નીચા રહ્યા. જ્યારે યાર્ડો બંધ રહેતા ટેકાના ભાવે ખરીદી પણ બંધ રહી. ત્યારે ખેડૂતોને બિમારીનો ખર્ચ કાઢવા જણસ નીચા ભાવે ખાનગી વેપારીઓને વેંચવી પડી પરિણામે આર્થિક માર પડ્યો.

જ્યારે ઉનાળુ ઉત્પાદન વેંચવાનો સમય આવ્યો ત્યારે તાઉતે વાવાઝોડું નડ્યું. પાક નાશ પામ્યો અને ખેડૂતોને બીજો મરણતોલ ફટકો પડ્યો. ત્યારે ધિરાણ ભરવું કેમાંથી તે બાબતે ખેડૂતો મુંઝવણમાં છે. ત્યારે પાક ધિરાણ અને મુદ્દતી ધિરાણની મુદ્દત 1 વર્ષ માટે લંબાવી આપવા ખેડૂતો વતી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...