માંગ:લાઇટ બિલ દર મહિને આપવા લોકોની માંગ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાઇટ બિલ દર મહિને આપવા લોકોની માંગ

જૂનાગઢમાં લાઇટ બિલ દર મહિને આપવા લોકોમાંથી માંગ ઉઠી રહી છે. ખાસ કરીને 2 મહિને અપાતા બિલના કારણે ગ્રાહકોને માર પડી રહ્યો હોવાના આક્ષેપ કરી મહિને બિલ આપવા માંગ થઇ રહી છે. પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને દર 2 મહિને બિલ આપવામાં આવી રહ્યા છે. પરિણામે ગ્રાહકોને વધુ રકમ ભરવી પડી રહી છે. સામાન્ય રીતે 1 મહિને વપરાતા વિજ યુનિટ કરતા 2 મહિને વપરાતા વિજ યુનિટ સ્વાભાવિક જ વધુ હોય છે.

પીજીવીસીએલ દ્વારા યુનિટના સ્લેબ નક્કી કરાયા છે. જેમાં 1 થી 50 યુનિટ, 50થી 100 યુનિટ એમ અલગ-અલગ સ્લેબમાં અલગ-અલગ ચાર્જ હોય છે. પરિણામે 2 મહિને બનતા બિલના કારણે યુનિટ વધી જતા ચાર્જ પણ વધી જાય છે. ત્યારે આ રીતે વિજ ગ્રાહકોને ભારે નુકસાન થતું હોય બિલનો પિરીયડ મહિને કરવાની માંગ બળવતર બની રહી છે. આ ઉપરાંત બિલમાં અનેક પ્રકારના ચાર્જ પણ લગાવવામાં આવી રહ્યા છે. આના કારણે ખરેખર વિજ વપરાશની રકમ કરતા ચાર્જની રકમ વધી જાય છે.આમ, વિવિધ પ્રકારના ચાર્જના કારણે પણ બિલની રકમ વધુ આવે છે. ત્યારે આ મામલે પણ યોગ્ય કરવામાં આવે તેવી ગ્રાહકોમાંથી માંગ થઇ રહી છે.

હવે ફરી બિલ દેવાનું શરૂ કરાયું
પીજીવીસીએલ દ્વારા થોડા સમય પહેલા બિલ આપવાનું બંધ કરી દેવાયું હતું. માત્ર સામાન્ય કાપલીમાં જ રકમ લખીને આપી દેવામાં આવતી હતી. આ સફેદ કાપલીનો કાગળ અને તેમાં થતી પ્રિન્ટ મેગા મોલના બિલમાં થતી પ્રિન્ટ જેવી હતી જે થોડા સમયમાં ગાયબ થઇ જતી હતી. પરિણામે અનેક ગ્રાહકોને ભારે મુશ્કેલી પડતી હતી. ખાસ કરીને એડ્રેસ પ્રુફ દેવાનું હોય ત્યારે આ કાપલી ધોળી થઇ જતા એડ્રેસ પ્રુફની સમસ્યા સર્જાઇ હતી.

હવે ફરી બિલ અપાઇ છે, પરંતુ પાછળના યુનિટની વિગત ગાયબ કરી દેવાઇ છે
પીજીવીસીએલ દ્વારા બિલ આપવાને બદલે નાની ચબરખી જેવી કાપલી અપાતી હતી. આ મામલે અનેક રજૂઆત બાદ હવે પીજીવીસીએલ દ્વારા બિલ બનાવવાનું શરૂ કરાયું છે. જોકે, તેમ છત્તાં આ બિલ ઝેરોક્ષ કોપી જેવા અપાય છે. અગાઉ બિલની પાછળ યુનિટનું કેલક્યુલેશન અપાતું હતું કે કેટલા યુનિટનો શું ભાવ હોય? હવે તે પણ બંધ કરી દેવાયું છે. પરિણામે ગ્રાહક ધારે તો પણ કેલક્યુલેશન કરી શકતો નથી.

અન્ય સમાચારો પણ છે...