તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ડોળાસા એસબીઆઇના સ્ટાફની બદલીની માંગ

ડોળાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિન્દીભાષી કર્મીના ભાષા ન સમજવાના બહાના

કોડીનાર તાલુકાના ડોળાસા ગામની એકમાત્ર એસબીઆઇ બેંકના કથળેલા વહિવટથી લોકો તોબા પોકારી ગયા છે. કોડીનાર તાલુકાનું ડોળાસા ગામ 40 ગામો વચ્ચે મુખ્ય છે. આ ગામો વચ્ચે એકમાત્ર એસબીઆઇની શાખા આવેલી છે. આ બેંકમાં 30 હજારથી વધુ ખાતેદારો છે. હાલ આ શાખામાં પટ્ટાવાળા સહિત 4 નો સ્ટાફ છે. જે હિન્દીભાષી છે. જે સ્થાનિકોની ભાષા ન સમજતા હોવાનો ઢોંગ કરે છે. અને લોકોના કામ ન કરવાના બહાના બતાવે છે.

ખેડૂતોને એ પ્રશ્ન છે કે, ગત વર્ષે લીધેલું ધિરાણ મર્યાદિત સમયમાં ખેડૂતો ન ભરે તો શૂન્ય ટકા વ્યાજની સ્કીમ લાગુ ન પડે. આથી ખેડૂતો ઉછીના ઉધારી કરી ખાતું ભરપાઇ કરાવે છે. તો ફરી ધીરાણ આપવામાં અનેક ધક્કા ખાવા પડે છે. કેટલાય એવા ખાતેદારો છે જેના ખાતામાં વાવાઝોડાની સહાયની રકમ જમા નથી કરાઇ. વેપારીઓને પણ ધિરાણ મેળવવામાં ધક્કા ખાવા પડે છે. આથી ડોળાસા વેપારી મંડળના પ્રતાપભાઇ મોરીએ સ્ટાફની બદલી કરવાની રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...