અલ્ટીમેટમ:કોરોનાના કારણે દોઢ વર્ષથી બંધ મીટરગેજ ટ્રેનો શરૂ કરવા માગ, માગણી ના સંતોષાય તો 1 ડિસેમ્બરથી આંદોલન કરવાની ચીમકી

જૂનાગઢ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ જિલ્લાના આઠ તાલુકા માટે આશીર્વાદરૂપ મીટરગેજ ટ્રેનો દોઢ વર્ષથી બંધ
  • જૂનાગઢ-દેલવાડા, અમરેલી-વેરાવળ અને જૂનાગઢ-અમરેલી મીટરગેજ ટ્રેનો બંધ

કોરોના કાળથી બંધ કરવામાં આવેલ જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી એમ ત્રણ જિલ્લાની જીવાદોરી સમાન મીટર ગેજ ટ્રેનો શરૂ કરવા છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આ રજૂઆતો રેલ તંત્રના બહેરાકાને સંભળાતી ન હોય તેમ કોઇ પરિણામ ન આવતા ત્રણ જિલ્લાના આઠ તાલુકાના સર્વપક્ષીય આગેવાનો દ્વારા મીટરગેજ ટ્રેન શરૂ કરવા તા.1 લી થી આંદોલન કરવાનું નક્કી કરેલ હોય જેને સર્વત્ર ટેકો જાહેર કરવામાં આવ્યો છે. અને તા.30 નવેમ્બર સુધીમાં ટ્રેન શરૂ નહીં થાય તો તા.1 ડિસેમ્બરથી વિસાવદર રેલ્વે સ્ટેશન ખાતે આંદોલનના મંડાણ કરવાની ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ચીમકી ઉચ્ચારેલ છે.

સોરઠમાં જૂનાગઢ-દેલવાડા, અમરેલી- વેરાવળ, જુનાગઢ-અમરેલી જે મીટરગેજ ટ્રેનો વર્ષોથી દોડી રહી હતી પરંતુ કોરોનાના કારણે આ તમામ ટ્રેનો બંધ કરવામાં આવી હતી. મહત્વની એવી આ ત્રણેય ટ્રેન શરૂ નહીં થતા આઠ તાલુકાના લોકોને પારાવાર મશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.અપડાઉન કરતા લોકો, ગામડાના ખેડૂતો, સામાન્ય લોકો માટે આ મીટરગેજ ટ્રેનો ખૂબ જ મહત્વની અને ઉપયોગી છે.

ત્રણેય જિલ્લાના વિસાવદર, બિલખા, અમરેલી, ધારી, ચલાળા, ઉના, દેલવાડા સહિતના તમામ તાલુકાઓમાંથી પસાર થતી હોય અને આ તાલુકાઓની નીચે આવતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ત્રણેય ટ્રેનોનો લોકો મોટા પ્રમાણમાં લાભ પણ લઈ રહ્યા છે. આ મીટરગેજ ટ્રેનોનું ભાડું પણ સસ્તુ હોવાથી સામાન્ય અને ગરીબ વર્ગના લોકો માટે આ ટ્રેનો ખૂબ જ ઉપયોગી સાથે આશીર્વાદ સમાન છે. તો રેલતંત્ર દ્વારા મોટાભાગની તમામ ટ્રેન ચાલુ કરી દેવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તાર માટે જીવાદોરી સમાન ત્રણેય મીટરગેજ ટ્રેનો શરૂ ન થતી હોવાથી સ્થાનિક લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ત્રણેય જિલ્લાના લોકોની રજૂઆત છતાં પણ ટ્રેનો શરૂ કરવામાં ન આવતી હોવાથી અંતે આંદોલન કરવાનું નક્કી કરવાની ફરજ પડી છે.

જે મુજબ આગામી તા.30 નવેમ્બર સુધીમાં જો આ ત્રણેય. મીટરગેજ ટ્રેનો દોડતી નહીં થાય તો રેલ તંત્ર સામે ચેમ્બર ઓફ કોમર્સ સહિતના સર્વપક્ષીય આગેવાનો, સામાજિક સંસ્થાઓ દ્વારા ત્રણેય જિલ્લાના આઠ તાલુકાના વેપારીઓ લોકોને સાથે લઈ આંદોલન કરશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...