સમસ્યા દુર કરવા માગ:દામોદર કુંડ પાસે રોડ પરનું દબાણ દૂર કરવા માંગ કરાઇ, અગાઉ બે વખત લેખિત ફરીયાદ બાદ કોઇ કાર્યવાહી જ નહીં

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢના ગીરનાર રોડ પર આવેલા દામોદર કુંડ ખાતે વર્ષભર લાખ્ખો ભાવિકો આવતા હોય છે. ત્યારે આસપાસમાં આવેલી 100 કેબીનોને લીધે ગંદકી અને ટ્રાફિક જામ પણ સર્જાય છે. આથી તેને તાકીદે દૂર કરવા માંગ ઉઠી છે.

જૂનાગઢના દામોદર કુંડની તીર્થગોર સમિતીએ આ અંગે અગાઉ બે વખત મ્યુ. કમીશ્નર સમક્ષ એવી માંગ કરી છેકે, દામોદર કુંડ પાસે આશરે 100 થી વધુ કેબીનો-રેંકડીવાળા ઉભે છે. પરિણામે ત્યાં ગંદકી ઉપરાંત ટ્રાફીક જામ પણ સર્જાય છે. આવી સ્થિતીમાં દામોદર કુંડખા દર્શને આવતા વાહનોના પાર્કીંગની પણ સમસ્યા સર્જાય છે.

આથી તાકીદની અસરથી આ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે એવી માંગ ઉઠી છે. ભવિષ્યમાં આ લોકો મનપાની જમીન પર પોતાના કાયદેસરના હક્કો અંગે પણ કાર્યવાહી કરી શકે એવી ભીતી પણ આ સાથે દર્શાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...