તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાજેતરમાં ગીર જંગલ અભ્યારણ્યના આઠ સિંહોને જેતપુર તાલુકામાંથી કેદ કરવામાં આવેલ છે તે તમામને સત્વરે મુક્ત કરવા અને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 ની જોગવાઇ વિરૂધ્ધ સિંહોને ગેરકાયદેસર રીતે કેદ કરનાર વન વિભાગનાં અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા અંગે સિંહપ્રેમી વાઈલ્ડલાઈફ એક્ટિવીસ્ટએ વડાપ્રધાન સહીતનાને લેખીત રજુઆત સાથે માંગણી કરી છે. વઘુમાં ગીર જંગલના ઘરેણા સમાન એશીયાઇ સિંહો અને દીપડાઓ સાથે થઇ રહેલ અત્યાચાર તાત્કાલીક અસરથી બંધ કરાવવા માંગણી કરી છે.
સિંહોનું સંરક્ષણ કરવાની તાકાત ગીરની ખમીરવંતી પ્રજામાંતો છે. પરંતુ જો રાજયના વન વિભાગમાં એ તાકાત ન હોય તો સિંહોને ગેરકાયદેસર કેદ રાખવા કરતા મધ્યપ્રદેશમાં સિંહો વધારે સુખી રહેશે તેવો કટાક્ષ કરતા વાઇલ્ડ લાઇફ એક્ટિવીસ્ટ ભગવાન સોલંકીએ પીએમ મોદી અને સીએમ રૂપાણીને કરેલ રજુઆતમાં જણાવેલ કે, રાજયના વન વિભાગે ગત ગુરૂવારે રાજકોટના જેતપુર તાલુકાના ખારચીયા ગામના રેવન્યુ વિસ્તારોમાંથી આઠ સિંહોને પકડી જુનાગઢ સક્કરબાગ ઝુમાં કેદ કર્યા છે. આ સિંહોએ કોઇ માનવી ઉપર હુમલો કર્યો ન હતો કે સિંહોની અન્ય કોઇ રંજાડ ન હતી. જેથી સિંહોને પકડવાનું ચોક્કસ કારણ ન હોવા છતાં પકડી ગીરનાર અભયારણ્યમાં કુદરતી પુનવર્સન કરવાને બદલે જુનાગઢ સક્કરબાગ ઝુમાં કેદ કરવામાં આવ્યા છે.
વઘુમાં વર્ષ 2020 ની સિંહ વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં સિંહોની સંખ્યા 674 થઇ ગઇ છે. પચાસ ટકાથી વધુ સિંહો જાહેર કરેલ સુરક્ષિત વિસ્તારોની બહાર બ્રહુદ ગીરમાં રહે છે. આ રેવન્યુ વિસ્તારોમાં જેતપુર જેવા સ્થાનો સામેલ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સિંહની વસ્તી ગીર અભ્યારણ્યમાંથી વધુને વધુ આગળ વધી રહી છે. સેંકડો સિંહો અભ્યારણ્ય બહારનાં અનામત- કોસ્ટલ જંગલો અને રેવન્યુ વિસ્તારમાં મનુષ્યની વચ્ચે શાંતિપૂર્ણ રીતે જીવી રહ્યા છે. ગીરની બહાર સિંહો અને સ્થાનિકો શાંતિપૂર્ણ રીતે એકબીજા સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. આ બાબત વિવિધ અભ્યાસો અને સંશોધનોમાં સાબિત થયેલ છે.
સિંહ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 ની અનુસૂચિ 1 સામેલ છે. સિંહોની લાંબા ગાળાની સુરક્ષા માટે વધુ જમીન સુરક્ષિત કરી કડક દિશાનિર્દેશો અમલમાં લાવવાની જરૂરીયાત છે. આવા સમયે પકડવામાં આવે ત્યારે સિંહોનું જંગલમાં પુનર્વસન થવું જોઇએ પરંતુ તેના બદલામાં સિંહોને જુનાગઢ સક્કરબાગ ઝૂ માં કેદ કરવા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 ની જોગવાઇ મુજબ ગંભીર પ્રકારનો ગુનો છે. સિંહપ્રેમીઓની ચિંતા અને અંદાજ મુજબ ગુજરાત વન વિભાગે કોઇ પ્રાઇવેટ સંસ્થાના પ્રાણી સંગ્રહાલયને સિંહો આપવા માટેથી જંગલમાં મુકત રીતે વિહરતા નિર્દોષ સિંહ દીપડાઓને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 વિરૂદ્ધ જઇને પકડવાનું કાર્ય ચાલુ કરેલ હોવાનો ચોકાવનારો આક્ષેપ કરેલ હતો.
રાજયના વાઇલ્ડ લાઇફના પ્રિસીસીએફએ સિંહ-દીપડાને પકડવાના જે ઓર્ડર કરી રહ્યા છે તે તદન ગેરકાયદેસર છે. આ પ્રકારના ઓડરો કરાયા હોય તો તે રદ કરવા જોઇએ અને જો ભવિષ્યમાં આ રીતે નિર્દોષ સિંહ-દીપડાઓને પકડવામાં આવશે તો અમારે હાઇકોર્ટનો આશરો લેવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારી છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ મુજબ જો સિંહ-દીપડાએ માનવ મૃત્યુ નીપજાવેલ હોય તેવા કીસ્સામાં પકડવાની મંજૂરી આપી શકાય છે ઉપરી અધિકારીઅોના લેખીત ઓર્ડર વગર સિંહ - દીપડાઓને ખોટી રીતે પકડવામાં ન આવે તેવી માંગણી છે. તેમ છતાં જો ભવિષ્યમાં વનવિભાગ દ્વારા ખોટી રીતે સિંહ-દીપડાઅોને પકડવામાં આવશે તો અમારે ના છુટકે નામદાર હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવાની ફરજ પડશે તેવું અંતમાં જણાવેલ છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.